GUJARATKHERGAMNAVSARI

ખેરગામ જનતા માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન સમારંભ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

વિજ્ઞાન માનવીય જરૂરિયાતોનું પોષક રહ્યું છે:મામલતદારશ્રી દલપતભાઈ
જનતા માધ્યમિક શાળા ખેરગામ તેમજ એલ એન્ડ ટી પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને અગત્સ્ય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તારીખ : 28 /02/ 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના રોજ વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન ખેરગામ તાલુકાની જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું
જેમાં ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ સમારંભ ના અધ્યક્ષ તરીકે બિરાજમાન હતા અને સાથો સાથ તાલુકા વિકાસ અધિકારી શ્રી મહેશભાઈ વિરાણી,તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનીષભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાકેશભાઈ પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામ સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ તેમજ અને શાળાના સંચાલક મંડળના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ સદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અગસ્ત્ય ફાઉન્ડેશનના સહયોગથી કાર્યક્રમમાં શાળાના બાળકો દ્વારા કુલ 32 વૈજ્ઞાનિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી,જેમાં ખેરગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને કૃતિ નિહાળવા માટે આમંત્રણ શાળા દ્વારા પાઠવવામાં આવ્યા હતા, જેમાં લગભગ ખેરગામની મોટાભાગની પ્રાથમિક શાળાના બાળકો સવારે 11:00 થી લઈને 4:00 વાગ્યાના સમયગાળા દરમિયાન જનતા મધ્યમિક શાળા ખેરગામ ખાતે ઉપસ્થિત રહીને તમામ કૃતિઓને નિહાળી હતી પ્રશ્નોત્તરી દ્વારા વિજ્ઞાનના જ્ઞાનનો સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો હતો
આમ એકંદરે સમગ્ર કાર્યક્રમમાં બાળકોને વિજ્ઞાનની વધુ નજીક લઈ જવાના પ્રયત્નો કરવામાં શાળા તેમજ અગત્સ્ય ફાઉન્ડેશન સફળ રહ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બેન શ્રી ડિમ્પલબેન આહીર દ્વારા કરવામાં આવ્યું હતું
શાળાના તમામ શિક્ષક મિત્રો તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવામાં માટે ખુબ જ અર્થાત જેમત ઉઠાવી હતી શાળાના આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ શાળાના સંચાલક મંડળ અને ઉપસ્થિત તમામ મહેમાન કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!