AHAVADANGGUJARAT

આહવા પોલીસની ટીમે તાપીનાં વ્યારા ખાતેથી ચોરાયેલ બાઇકનાં ગુનાનાં આરોપીને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

તાપી જિલ્લાનાં વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશના નિવાસ સ્થાનના ગેટની બહારથી હોમગાર્ડ જવાનની મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી. ત્યારે આહવા પોલીસે ચિંચલી  ચેકપોસ્ટ ખાતેથી આ ચોરીની મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ ન્યાયાધીશના નિવાસ સ્થાનના ગેટની બહાર હોમગાર્ડ જવાને પોતાની મોટરસાયકલ પાર્ક કરી હતી. જોકે મોટરસાયકલ ચોરી થઈ ગઈ હતી અને શોધખોળ કરતા મોટરસાયકલ મળી આવી નહોતી. જે બાદ વ્યારા પોલીસ મથકે  ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ મોટરસાયકલ ચોરીને લઈને તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.ત્યારે આહવા પોલીસ સ્ટાફના માણસો ચીંચલી ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન  મોટરસાયકલ રજી. નં.GJ -26-B-6514 આવતા પોલીસે તેની તપાસ કરી હતી. ત્યારે મોટરસાયકલ ચાલક હરેશભાઈ રમણભાઈ ભોયે (રહે. ડુમર્યા ગામ તા.સુબીર જી.ડાંગ) ને મોટરસાયકલ અંગે પૂછતા કોઈપણ સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હતો. જે બાદ પોલીસે સઘન પૂછપરછ કરતા હરેશભાઈ એ  કબૂલ્યુ હતુ કે, વ્યારા ખાતેથી મોટરસાયકલ ની ચોરી કરી હતી. જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી.હાલમાં આરોપીની અટકાયત કરી, આરોપીનો કબજો વ્યારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!