નિવૃત બાદ જેલરની નિ શુલ્ક સેવાકિય પ્રવૃત્તિ ડ્રગ્સ અને સાયબર ક્રાઈમ તરફ જય રહેલા યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવવા અનોખો પ્રયાસ
તા.16/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વર્તમાન સમયમા યુવાનો ડ્રગ્સ અને સાયબર ક્રાઈમની પ્રવૃત્તિ તરફ વળ્યા હોય તેને અટકાવવા નિવૃત જેલરે નિશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરી છે ત્યારે એમ. એમ. દવે સાબરમતી સેન્ટ્રલ જેલથી જેલર ગ્રુપ -2 તરીકે 36 વર્ષ સુધી દીર્ઘ કાલીન ફરજો બજાવી તાજેતરમાં વય નિવૃત્ત થયા હતા ત્યારે જેલ ખાતાના ફરજો દરમ્યાન જે નજરે જોયું અનુભવ્યું જેનાથી ચિંતિત થઇને નિવૃત્તિ બાદ શાળા કોલેજોમાં સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ તરફ ધસી રહેલ યુવાધન વિષય અંતર્ગત મોટીવેશન સ્પીચ આપુ છુ યુવાનોને ગેર માર્ગે જતાં અટકાવવાની કોશિશ કરું છું અને નિઃશુલ્ક જાગૃતિ અભિયાન ચલાવું છુ આજદિન સુધીમાં લગભગ ૩૦ જેટલી શાળાઓ તરફથી મને આમંત્રણ મળતા હું શહેરી વિસ્તાર ઉપરાંત અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની સેકન્ડરી શાળાઓમાં વક્તવ્ય આપવાનું બન્યું હતું આશરે ત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ મે મારા સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ વિરોધી વિચારો રજૂ કર્યા ભવિષ્યમાં ભય સ્થાનો બતાવતા ખૂબ આવકાર મળ્યો હતો અને મારી જેલ જીવનની અનુભવ યુક્ત વાતોથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મિત્રો પણ પ્રભાવિત થયા છે અને મારા આ ક્રાઇમ વિરોધી અવેરનેશ અભિયાનને આવકાર મળી રહ્યો છે યુવાનોમાં વધતું જતું (ડ્રગ્સ) કેફી દ્રવ્યોનું સેવન અને સાયબર ક્રાઈમ, સ્વાસ્થ્ય અંગે યુવાનોમાં જાગૃતતા અભિયાન તેમજ પોલીસ અધિકારી કેવી રીતે બનવું એની જાણકારી અંતર્ગત મોટીવેશન સ્પીચ માટે સંપર્ક કરો.