પાણસીણા ચેક પોસ્ટ પર પોલીસ વાહનચાલકોને ખોટી રીતે હેરાન કરતી હોવાનો આક્ષેપ
પોલીસ કામગીરી સામે વાહનચાલકોએ રોષ વ્યકત કર્યો કોની રહેમ દ્રષ્ટિ નીચે સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે તે અંગે તપાસ થાય તે જરૂરી
તા.15/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પોલીસ કામગીરી સામે વાહનચાલકોએ રોષ વ્યકત કર્યો કોની રહેમ દ્રષ્ટિ નીચે સમગ્ર રેકેટ ચાલી રહ્યું છે તે અંગે તપાસ થાય તે જરૂરી
સુરેન્દ્રનગર જિલ્લાભરમાં પોલીસ કોઈનો કાય પ્રકારે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આવેલ પાણશીણા પોલીસ નીચે આવતી ચેક પોસ્ટ ફરી એક વખત વિવાદમાં આવી છે કારણ કે તે પોસ્ટ છે તે વાહન ચાલકોના પરેશાની માટે બનાવવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર રોડના હજારો વાહનો પસાર થતા હોય છે અને સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આ હાઇવે નું નિર્માણ કર્યું છે લોકો સરળતાથી વાહન ચલાવી અને રાજકોટ અમદાવાદ સુધી જઈ શકે તેવા હેતુથી સરકારે કરોડો રૂપિયા નાખ્યા પરંતુ ત્યાં ચેકપોસ્ટો પોલીસ વિભાગ દ્વારા ઉભી કરી અને વાહન ચાલકોને પરેશાન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાનું પાણસીણા પોલીસ સ્ટેશન એટલે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલું પોલીસ સ્ટેશન પોલીસ વિભાગ દ્વારા ત્યાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે પરંતુ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા તો કોઈ ગેરકાયદેસર દારૂ અથવા તો અન્ય પદાર્થ ઘુસાડતા હોય તેવા વાહનોનું ચેકિંગ કરી અને તેમના વિરોધમાં પગલાં ભરવા માટે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવતી હોય છે પરંતુ મોટી વાત એ છે કે પાણશીણા ચેકપોસ્ટ જ્યારે ઉઘરાણા માટે જ ઊભી કરવામાં આવી હોય તે પ્રકારની ઘટનાઓ તાજેતરમાં સામે આવી છે મોટા વાહનચાલકો અથવા તો કારચાલકોએ સીટબેટ બાંધ્યો હોય તો પણ તેની પાસેથી 500 થી લઈ 2 હજાર સુધીના રૂપિયા લેવામાં આવે છે ત્યારે મોટી વાત એ છે કે ઉઘાડી લુટ કરવામાં આવતી હોય તેવી વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાની પાણશીણા ચેકપોસ્ટ ઉપર સાંજના સમયે પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા અધિકારીઓ ખાનગી માણસોને હાઇવે ઉપર ઉભી રાખવામાં આવે છે ચેક પોસ્ટ ઉપર ઉભા રાખવામાં આવે છે અને ત્યારબાદ આ લોકો વાહનો રોકતા હોય છે અને પોતે પોલીસ હોય તેવું જણાવી અને વાહનચાલકો પાસેથી ખીચામાં પડેલા રૂપિયા સેરવી લેતા હોય છે ત્યારે ગઈકાલે સાંજે જ આ પ્રકારની ઘટના બનતા આ મામલે પાણસીણા પોલીસ મથકના પીઆઇ ગૌસ્વામી સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવી હતી પણ તેમને પણ ઉડાવ જવાબ આપી દીધો હતો ખરેખર તો માણસો તો એમના જ હતા ને એટલે રૂપિયા આવતા હોય તો કોણ વાત ન ઢાંકે તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને વાહન ચાલક હોય એ પણ આ પ્રકારનો આક્ષેપ કર્યો છે પરંતુ મોટી વાત એ છે કે ખુલ્લેઆમ ચાલતા ઉઘરાણા અને હાઇવે ઉપર વાહનચાલકોની પરેશાનીમાં વધારી કરતી આ ચેક પોસ્ટ ઉપર ડુપ્લીકેટ પોલીસ ઉભા રાખી અને વાહન ચાલકોને હેરાન કરવા કેટલા યોગ્ય તે પણ એક સળગતો સવાલ છે.