AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્ર સજ્જ:–૩૭ સરપંચો અને ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત માટે સામાન્ય/મધ્યસ્થ/પેટા ચૂંટણીઓનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ડાંગ જિલ્લામા સામાન્ય/વિભાજન/મધ્ય સત્ર/તથા પેટા ચૂંટણી માટેનુ મતદાન તા.૨૨/૬/ર૦૨૫ ના રોજ સવારના ૭-૦૦ વાગ્યા થી સાંજના ૬-૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. જે માટે જિલ્લાના પુરૂષ મતદારો કુલ ૩૧૪૩૨ અને સ્ત્રી મતદારો કુલ ૩૧૩૫૭ જે કુલ મળીને  ૬૨,૭૮૯ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ૧૬ ગ્રામ પંચાયત સંપુર્ણ બિનહરીફ થયેલ છે. જેમાં હવે કુલ ૪૨ ગ્રામ પંચાયતોમાં આહવા તાલુકામાં ૧૩ સરપંચ માટેની ચૂંટણી, તેમજ વઘઇ તાલુકામાં ૧૨ અને સુબીર ૧૨ મળી કુલ ૩૭ સરપંચ માટેની ચૂંટણી યોજનાર છે. તેવી જ રીતના આહવા તાલુકામાં ૭૯ વોર્ડ સભ્યો, વઘઇ તાલુકામાં ૭૦ વોર્ડ સભ્યો, અને સુબીર તાલુકામાં ૮૫ વોર્ડ સભ્યો મળી કુલ ૨૩૪ વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાનાર છે.

જે માટે જિલ્લામાં કુલ ૧૨૭ મતદાન મથકો ઉભાં કરવામાં આવેલ છે. આ સમગ્ર ચૂંટણી પારદર્શી અને ન્યાયી તથા નિષ્પક્ષ અને ભયમુક્ત માહોલમાં વાતાવરણમાં સપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી શાલિની દુહાનના માર્ગદર્શન હેઠળ સંપુર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ ચૂંટણીમાં ૧૬ ચૂંટણી અધિકારીશ્રીઓ, ૬૮૦ પોલિંગ સ્ટાફ, તેમજ ૨૯૧ પોલીસ સ્ટાફ ગોઠવી દેવામાં આવેલ છે.

સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનુ વ્યવસ્થિત સંચાલન કરી શકાય તે માટે આહવા તાલુકાનું તાલુકા પ્રાથમિક શાળા આહવા, વઘઇ તાલુકામાં વઘઇ મામલતદારશ્રીની કચેરી, તેમજ સુબીર ખાતે પણ સુબીર  મામલતદારશ્રીની કચેરી ખાતે ડીસ્પેચ અને રીસિવિંગ સેન્ટર ઊભુ કરાયુ છે. જ્યાંથી જુદા જુદા મતદાન મથકો ઉપર પોલીંગ માટેની ટીમ રવાના કરવામા આવી છે.

Back to top button
error: Content is protected !!