GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નાં પીંગળી ગામની નવચેતન વિદ્યા મંદિર હાઇસ્કુલ ખાતે વાર્ષિકોત્સવ તથા ધો 10 નો વિદાય સમારંભ યોજાયો

 

તારીખ ૧૩/૦૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મેવાસી સ્ટેટ ગણાતું ગામ મોટી પીગળી ગામે નવ ચેતન વિદ્યા મંદિર હાઇસ્કુલ ખાતે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ ના મહામંત્રી અને મધવાસ હાઇસ્કુલ ના આચાર્ય કૃણાલ વરીયા ના મુખ્ય અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં દીપ પ્રાગટ્ય કરી માં સરસ્વતી ની વંદના કરવામાં આવી હતી આ તબક્કે મુખ્ય અતિથિ તરીકે કવિ વિજય વણકર “પ્રીત” , સી આર સી ચંદ્રકાંત સુથાર, પ્રા શાળા ના આચાર્ય વિનોદભાઈ પગી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે હાઇસ્કૂલ ના આચાર્ય સમીરભાઈ શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળા ની કારકિર્દી ની ભૂમિકા વર્ણવી હતી આ સમયે કાયમી દર વર્ષે દાતા ભલસિંહ સોલંકી તરફ થી વિદ્યાર્થીઓએ સમગ્ર વર્ષ દરમિયાન ૧૭ જેટલી સ્પર્ધા ઓમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ મેળવનાર ને પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું તથા ધો ૧૦ માં પ્રથમ ક્રમે ગયા વર્ષે ઉતીર્ણ થનાર પિંકલ પ્રણામી નું બહુમાન કરાયું હતું ધો ૧૦ ના કુલ ૪૦ વિદ્યાર્થીઓ ને કવિ વિજય વણકર તરફ થી શિક્ષણ સંદર્ભે વક્તવ્ય રજૂ કર્યુ હતુ અને વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી કીટ પેન પેન્સિલ, કંપાસ બોકસ આપવામા આવ્યુ હતું ચંદ્રકાંત સુથાર તરફ થી પણ ઈનામ પ્રાપ્ત થયું હતું સમગ્ર કાર્યક્રમ માં રશ્મિકાબેન અને માનસીબેન ની ભારે જેહમત થકી કાર્યક્રમ ને સફળ બનાવવા મહેનત કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એચ જી ગોસાઈ એ કર્યું હતું અને આભાર વિધિ માનસીબેને કરી હતી સૌ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!