GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના અલવા ગામના મલાવ રોડ પર કોઈ અજાણ્યા વાહનચાલકે બાઇક ને અડફેટે લેતાં ચાલકનું મોત.

 

તારીખ ૦૯/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના અલવા ગામના મલાવ રોડ ઉપર શનિવારે સાડા બાર વાગ્યાના સુમારે કોઈ અજાણ્યા વાહન ચાલકે બજાજ કંપની ની CT-100 જીજે-૧૭-બીપી-૪૨૪૩ નંબરની બાઇકને અડફેટે લેતાં બાઈક ચાલકનું વડોદરા એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

અકસ્માત ઘટના અંગેની વિગતો મુજબ ઘોઘંબા ગામનો રાજેશભાઈ ગણપતસિંહ સોલંકી ગત તારીખ ૦૭/૦૬/૨૦૨૫ ના રોજ શિવમ બજાજ મોટર્સ શો-રૂમમા નોકરી કરતા તે સવારના આશરે નવેક વાગ્યાના સુમારે ઘરેથી નીકળી આશરે સાડા બારેક વાગ્યાના સુમારે અલવા ગામે મલાવ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં રાજેશભાઇ ને માથાના ભાગે ઈજા થયેલ હોય કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હોય જ્યાં રાજેશભાઈ ને કાલોલ રેફરલ હોસ્પિટલ થી વધુ સારવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે લઈ જતા રાજેશભાઈ ને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ રાજેશભાઈ ને મૃત્ય જાહેર કરવામાં આવ્યો હતો જે અંગેની ફરિયાદ મરણ જનાર પુત્રના પિતા એ કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!