ANANDANAND CITY / TALUKO

વલાસણ ખાતે રાજ્યની પ્રથમ A-HELP તાલીમ શિબિર યોજાઈ

આ તાલીમથી પશુ સારવાર અને પશુપાલન ક્ષેત્રે સખી મંડળની બહેનોની ભાગીદારી વધશે

આણંદસોમવાર :: રાજ્ય પશુપાલન વિભાગનેશનલ ડેરી ડેવેલોપમેન્ટ બોર્ડઅને ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.મિશન મંગલમ યોજનાના સંયુક્ત ઉપક્રમે આણંદ અને ખેડા જિલ્લાના ૨૮ સખીમંડળની બહેનો માટે રાજ્યની પ્રથમ ૧૭ દિવસીય A-HELP તાલીમનું બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાવલાસણ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ સખી મંડળની બહેનો દ્વારા ગ્રામ્ય વિસ્તારના પશુમાં દૂધનું ઉત્પાદન વધારવાપશુમાં સમયસર રસીકરણપશુઓમાં થતાં રોગ અને તેનો ઉપચાર તેમજ પશુ સંવર્ધન વિષયને લગતી માહિતી અને જાણકારી આપવાનો હતો. આ તાલીમના માધ્યમથી પશુપાલનનો ધંધો લાભપ્રદ બને અને દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ શકે તે માટે પશુપાલકોને A-HELP સખી મદદરૂપ થઇ શકશે.

આ તાલીમમાં મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ. આશિષ ગજેરા અને વેટરનરી ઓફીસરશ્રી ડો. રવિકાન્ત દ્વારા પશુપાલનને લગતા વિવિધ વિષયોપશુનું રસીકરણપશુ આહારપશુ આવાસ તથા પશુઓમાં થતી બિમારીઓ વિશે માર્ગદર્શન તથા સરકારી પશુ ફાર્મતાલુકા કક્ષાના પશુ દવાખાનાની મુલાકાતપ્રેક્ટીકલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમના અંતિમ દિવસે તાલીમાર્થી બહેનોનું મૂલ્યાંકન નેશનલ એકેડમી ફોર આરસેટી દ્વારા કરવામાં આવ્યું હતું. મૂલ્યાંકનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર જયશ્રીબેનનિમિષાબેનઇન્દુબેનકિરણબેન અને કોમલબેનને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ ૧૭ દિવસીય A-HELP તાલીમના સમાપન પ્રસંગે મદદનીશ પશુપાલન નિયામકશ્રી ડૉ.સરોજ પટેલનાયબ પશુપાલન નિયામકશ્રી ડૉ.મેહુલ પટેલશ્રી સાવન ગોહેલ,  શ્રી વિકાસ મકવાણાશ્રીરજનીકાન્ત મકવાણા તથા એસેસમેન્ટ ટીમના સભ્યો ડૉ.ઉપેન્દ્ર વ્યાસ અને ડૉ.ગીરધરલાલ પાંચાણી ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!