SIDHPUR

સિદ્ધપુર બિંદુ સરોવરના પટાંગણમાં યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*

*સિદ્ધપુર બિંદુ સરોવરના પટાંગણમાં યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ*

 

સિદ્ધપુર ખાતે આવેલ બિંદુ સરોવરના પટાંગણામાં આવેલ શ્રીસ્થળ સંગ્રહાલયના પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હાલના સમયમાં શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે એકસરસાઈઝ કરવી ખુબજ જરૂરી છે તે બાબત ધ્યાનમાં લઈને યોગ દિવસ ઉજવવામાં આવે છે. ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું વિશિષ્ટ મહત્વ છે.

 

સિદ્ધપુરના શ્રીસ્થળ સંગ્રહાલય ખાતે આસીસ્ટન્ટ ક્યુરેટરશ્રી તેજલ પરમાર દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવેલ જેમાં કાતરાપ્રાથમિક શાળાના વિધાર્થીઓ, ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડ સિદ્ધપુરના કાર્યકરો દ્વારા વિશેષ યોગાભ્યાસ કરવામાં આવેલ હતો જેમાં શ્રી હંસરાજભાઈ રાણા દ્વારા યોગા વિષે વિશેષ સમજ આપવામાં આવેલ. બિંદુ સરોવરના પટાંગણમાં બાળકોએ યોગ કરીને વિશેષ આનદ મેળવ્યો.

આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ, ઉત્તર ગુજરાત વીજકંપની લિમિટેડ સિદ્ધપુરના કાર્યકરો તથા અન્ય મહાનુભાવોએ ભાગ લીધો હતો.

 

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા, સિદ્ધપુર

 

 

 

 

 

 

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!