અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વાણીયાદ ગામે ઘર પાછળ આંબલી નીચે મુકાયેલ સહિયારું ટ્રેલર ચોરાયું, ટીંટોઈ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી
મોડાસાના વણીયાદ ગામે ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આંબલી નીચે સહિયારું ટ્રેલર નંબર-GLS 104303 મુકેલ હતુ જે ટ્રેલર ગઇ તા.૨૮/૦૯/૨૦૨૪ ના રોજ બપોરના આશરે બારેક વાગ્યે જોયેલ હતુ ત્યારબાદ ગઈ તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ સવારના નવેક વાગ્યે ખેતરમાં ઘાસચારો લેવા જવાનું હોઇ જેથી ટ્રેક્ટર લઈને ટ્રેલર લેવા સારૂ ઘરની પાછળ ગયેલ જ્યાં ટ્રેલર પાર્ક કરેલ હતું ત્યાં ગયેલ ત્યાં ટ્રેલર જોવા મળેલ નહી જેથી આજુબાજુ તેમજ ગામમાં તપાસ કરતાં કોઇ જગ્યાએ ટ્રેલર અંગે ભાળ મળેલ નહી અને કોઇ અજાણ્યો માણસ ચોરી કરી લઈ ગયેલનું જણાય છે.જે બાબતે વાત કરતા ફરિયાદી મોડાસાથી વણીયાદ ખાતે ગયેલો અને ત્યાં હાજર પિતા મંગળદાસ તથા કાકા જગદિશભાઇ તથા બાબુભાઇ તથા કાકાના દિકરા જીગરભાઈ તથા નિર્મલભાઈ એ રીતેના ટ્રેલર ચોરી થયેલ જગ્યાએ હાજર હોઇ બધા મળી ગામમાં તેમજ આજુબાજુના ગામોમાં આવેલ પેટ્રોલપંપ તથા મોડાસા રોડ ઉપર આવેલ દુકાનોના કેમેરા ચેક કરી તપાસ કરેલી પરંતુ આ ટ્રેલર સબંધે કોઈ ભાળ કે હકીકત મળેલ નહી. આ ટ્રેલર વાદળી કલરનું જુના જેવું જે ટેલરની બાજુના ભાગે મોડાસા ટ્રેલર તેમજ આગળના ભાગે જય જલારામ લખેલ હતું.જે ટ્રેલરની રજી નંબર-G1.9 0.389 નો જેનો ચેસીસ નંબર- MAVIT ની હતો. જેની કી.રૂ.૫૦,૦૦૦/-ની ગણાય. આ ટ્રેલરની આજદિન સુધી તપાસ કરતાં મળી આવેલ ન હોઇ તે અંગે ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ આપી કાયેદસર ની કાર્યવાહી કરવા જણાવેલ છે