GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સફાઈ કામદારો ઉપર હુમલા બદલ કાલોલ પોલીસ મથકે એટ્રોસિટી, જાહેરનામા ભંગ,ધાકધમકી ની ફરિયાદ નોંધાઈ

 

તારીખ ૦૨/૦૭/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

મંગળવારે બપોરે કાલોલ ના કાનાવગા વિસ્તારમાં સફાઈ કરી રહેલા કર્મચારીઓ ઉપર હુમલો કરવા બદલ સંજયભાઈ કાંતિભાઇ નામના કર્મચારીએ ફરિયાદ આપી હતી જેમા સમીર પઠાણ અને તારીફ પઠાણ તથા તેનો છોકરો માબેન સમાણી ગંદી ગાળો બોલી જાતિ વિષયક અપમાન કરી લોખંડની પાઇપ અને લાકડીઓ લઈને હુમલો કર્યો તેમજ લાતો થી અને મુક્કા મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું જણાવ્યું છે.પોલીસે રાજ્ય સેવક ને વ્યથા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી જિલ્લા મેજિસ્ટ્રેટ ના હથિયારબંધી ના હુકમનો ભંગ બદલ અને અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ ૧૯૮૯ ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી સીનીયર પીઆઈ આર ડી ભરવાડ દ્વારા શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!