GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બાકરોલ પ્રાથમિક શાળા દ્વારા પ્રિ-એનરોલમેન્ટ સર્વે અંતર્ગત ૧૦૦%નામાંકન માટે ઝુંબેશ શરુ કરવામાં આવી.

 

તારીખ ૧૨/૦૩/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ-શૈક્ષણિક સત્ર ૨૦૨૫/૨૬માં પ્રવેશપાત્ર વિધાર્થીઓના પ્રિ એનરોલમેન્ટ સર્વે માટે આરટીઇ કાયદા,૨૦૦૯ અને તે અન્વયેના નિયમો મુજબ પ્રવેશપાત્ર હોય તેવા તથા શિક્ષણથી વંચિત એવા ૫ થી ૧૪ વર્ષના તમામ બાળકોનું ટ્રેકિંગ કરી ૧૦૦% નામાંકન તથા ૧૦૦% ટ્રાન્ઝીશન થાય અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓનું શાળામાં પુનઃ સ્થાપન થાય તે સુનિશ્વિત કરવામાં આવ્યું છે .તે અંતર્ગત બાકરોલ પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ પ્રજાપતિ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવેલ છે.તેઓ દ્વારા બાકરોલ ગામની જાહેર સંસ્થાઓ પર શાળા પ્રવેશ જાહેરાત મૂકવામાં આવી છે ,શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીશ્રીઓ અને ગ્રામજનોની રૂબરૂ મુલાકાત,વાલીમીટીંગ,સતત લોકસંપર્ક કરવામાં આવેલ છે.આંગણવાડીઓમાં રૂબરૂ મુલાકાત લઇને પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓના વાલીઓની મિટિંગ કરી શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું.શિક્ષણક્ષેત્રે સરકારી શાળાઓને મળતા લાભો ગણવેશ-શિષ્યવૃતિ મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર અને મધ્યાહ્ન ભોજન યોજના,શિક્ષણમાં ટેક્નોલોજીનો ઉપયોગ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેની વિશેષ પ્રવૃત્તિઓ વિશે સમાજમાં જાગૃતિ લાવવામાં આવી.સમાજ પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને તમામ બાળકોને તેઓ ૧૦૦% નામાંકન માટે સહયોગી બને તે હેતુથી બાકરોલ પ્રાથમિક શાળા પરિવારના તમામ શિક્ષકો દ્વારા ઘેર ઘેર જઈને પ્રવેશપાત્ર વિધાર્થીઓનું સર્વે કરવામાં આવ્યું‌.

Back to top button
error: Content is protected !!