BANASKANTHAKANKREJ

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમાજના ૨૨ મા સમૂહલગ્નમાં સુરતથી ૩ લાખનું દાન અર્પણ કરવામાં આવ્યું

નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના પટાંગણમાં આગામી સંવત ૨૦૮૦ના ચૈત્રવદ-૪ ને રવિવાર તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ આઠ પરગણા પ્રજાપતિ સમાજના સહયોગથી શ્રી આઠ પરગણા સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા “૨૨ માં સમુહ લગ્નોત્સવ” માં અનેક દાતાઓ દાનની સરવાની વહેવડાઈ રહ્યા છે ત્યારે શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના દિયોદર તાલુકાના રવેલના વતની વર્ષોથી ધંધાર્થે સુરતમાં સ્થાઈ થયેલ દાનવીરદાતા શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિએ પત્ની સ્વ. પ્રેમીબેનના સ્મરણાર્થે ૧,૦૧,૧૧૧/–, ઉપપ્રમુખ એવમ સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક
મનસુખભાઈ ડી. પ્રજાપતિ કોલીવાડાવાળાએ ૧,૦૧,૧૧૧/–,પૂર્વપ્રમુખ લીલાભાઈ ડી.પ્રજાપતિ ભુતિયાવાસણાવાળાએ ૨૫,૧૧૧/–, વેલાભાઈ જે. પ્રજાપતિ ૨૧,૦૦૦/–મંત્રી દિનેશભાઈ જે.પ્રજાપતિ એકલવાવાળા એમ સુરત ખાતે રહેતા પ્રજાપતિ સમાજ દ્વારા ૩ લાખ થી વધુ રૂપિયાનું અનુદાન સમુહલગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ, કન્વીનર દશરથભાઈ પ્રજાપતિ (ડી.ડી.), રાધનપુર
કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,તેરવાડા પરગણાના પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ,નટુભાઈ પ્રજાપતિની ટીમને અર્પણ કરેલ.સુરત ખાતે ફાળા માટે ગયેલ ટીમે તાજેતરમાં વખા ખાતે શ્રી કાંકરેજી/હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વિધાર્થીઓ માટે ૨(બે) વિઘા ભૂમિદાન (જમીન) અર્પણ કરનાર ભૂમિદાતા ભીમજીભાઈ પ્રજાપતિ તથા સુપુત્રોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરી સમુહલગ્નમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.અને સમૂહ લગ્નમાં લગ્ન કરવા ઈચ્છુક વરગડિયનને તા.૩૧/૦૩/૨૦૨૪ સુધી નામ નોંધાવવા જણાવ્યું હતું.

નટવર.કે.પ્રજાપતિ,થરા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!