BANASKANTHAKANKREJ

થરામાં પી.એમ.શ્રી અનુપમ પ્રા. શાળા નં.૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ યોજાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ પી.એમ.શ્રી થરા અનુપમ પ્રાથમિક શાળા નં-૨ માં ધો.૮ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારંભ તા.૧૨/૦૪/૨૦૨૪ને શુક્રવાર ના રોજ શાળાના આચાર્ય શ્રીમતી બિંદેશ્વરીદેવી ઝાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો. જેમાં ધોરણ ૮ ના બાળકોને વિદાય આપવામાં આવી.આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા બાળકોને આશિર્વચન પાઠવવામાં આવ્યા.વર્ષ દરમિયાન
વિવિધ સમિતિ,વર્ગ કક્ષા તેમજ શાળા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી  કરનાર ધોરણ ૮ ના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તેમજ વર્ષ દરમિયાન સૌથી વધુ હાજર રહેનાર  ધોરણ -૬ બ ની  વિદ્યાર્થિની મકવાણા રીટા ઈશ્વરભાઈ, સાધુ ઉર્વશી મુકેશભાઈએ સૌથી વધુ દિવસ શાળામાં હાજર રહી તેમને સ્ટાર ઓફ ધ સ્કુલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો તેમજ તમામ સમિતિના બાળકો ને ઈનામો આપવામાં આવ્યા.પ્રસંગે ધોરણ ૮ ના વિદાય લેતા બાળકો દ્વારા શાળા ને આહુજા કંપનીનું વાયર લેસ કોડલેસ ભેટ આપવામાં આવ્યું હતું.ત્યારે શંકુબેન ચૌધરી,બાબુભાઈ પ્રજાપતિ, મોંઘજીભાઈ સહિત શાળા સ્ટાફ પરિવાર હાજર રહેલ.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!