BANASKANTHAPALANPUR

બનાસકાંઠા પેરોલ ફલો સ્કોડની ટીમે નાસતો ફરતો આરોપી ઝડપ્યો

7 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા પેરોલ ફ્લો સ્કોડની ટીમે 2019 ના ચોરીના ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે. જેમાં દિયોદર કોર્ટના સને 2019 ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપીને બાતમીના આધારે મુડેઠાં પાસેથી ઝડપી પાડી તેને ભીલડી પોલીસને સોંપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેંજ કચ્છ – ભુજ જે.આર.મોથલીયા તેમજ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ નાસતા ફરતા આરોપીઓ પકડવા આપેલ સૂચના અંતર્ગત પેરોલ ફર્લો સ્કોડ પાલનપુરના પીએસઆઈ આર. એસ.લશ્કરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કૉડ પાલનપુરની ટીમ નાસતા ફરતા આરોપીઓની તપાસમા હતી. દરમિયાન ટીમને મળેલ ખાનગી બાતમી આધારે દિયોદર કોર્ટના સને 2019 ના ચોરીના ગુનામાં ઘણા સમયથી કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સંજયજી બાબુજી દરબાર (રહે. મુડેઠા) ને મુડેઠા મુકામેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી કરવા ભીલડી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.જેથી ભીલડી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!