BANASKANTHADANTIWADA

Dantiwada : કપાસ સંશોધન કેન્દ્ર, તલોદ ખાતે ‘વિશ્વ કપાસ દિન’ની ઉજવણી

સરદારકૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સીટી હસ્તકના કપાસ સંશોધન કેન્દ્ર, તલોદ ખાતે વિશ્વ કપાસ દિનની  ઉજવણી,  સરદાર કૃષિનગર દાંતિવાડા કૃષિ યુનિવર્સીટીના  વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, માન. ર્ડો. એ.જી. પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. કાર્યક્રમની શરુઆતમાં કેન્દ્રના વડા ર્ડો. જે. એમ. પટેલે મહાનુભાવો તથા ખેડૂતોને આવકાર આપી વિશ્વ કપાસ દિનનું મહત્વ અંગે સમજ આપી. આ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી, માન. આર. કે. પટેલ દ્રારા કૃષિ સંશોધન કેન્દ્રોને ખેડુતોના મંદિર તરીકે ગણાવી ખેડુતો દ્રારા તેની વારંવાર મુલાકાત લેવાની તથા  વધુ પડતા કૃષિ રસાયણોના ઉપયોગથી માનવ જીવને તથા અસાધ્ય રોગો  જેવી બાબતો પર  ખેડૂતોને માર્ગદર્શિત કરવામાં આવેલ હતા. આર. એસ.બી કોટેક્ષ લીમીટેડ, હરસોલના મેનેજીંગ ડીરેકટરશ્રી સતિષભાઈ સોમાણીએ પણ ખેડુતો, વૈજ્ઞાનિક તથા કૃષિ આધારીત ઉદ્યોગના અગ્રણીઓ વચ્ચે આ મુજબની બેઠકોની અગત્યતા તથા પાણી તથા અન્ય કુદરતી સંશાધનોની જાળવણી જેવા  વિષય પર માર્ગદર્શન આપ્યુ. કાર્યક્રમની વિશેષતા એ હતી કે, કૃષિ વૈજ્ઞાનિકો અને ખેડુતો ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સેક્રેટરીશ્રી વિમલભાઈ ભટ્ટ તથા કપાસ પાક આધારીત ઉદ્યોગના મેનેજીંગ ડીરેકટરે ચર્ચા ગોષ્ટિીમાં કપાસની ગુણવત્તા કેવી રીતે જાળવવી, વિશ્વમાં ખરીદકારોની જરૂરીયાત શુ છે તથા  ઓર્ગેનીક કપાસ માટે આ વિસ્તારમાં કેટલી શકયતાઓ છે વિગેરે વિષયો પર ઉંડાણપુર્વક ચર્ચા  કરવામાં આવી. કેન્દ્રના વડા અને વૈજ્ઞાનિક, ર્ડો. જે. એમ. પટેલ દ્રારા કપાસ પાકમાં આવતા અજાણ સુકારાની વિગતે સમજ આપવામાં આવી તદ્રઉપરાંત કેન્દ્ર ખાતે ગોઠવવામાં આવેલ વિવિધ સંશોધન અખતરાઓ તથા બીજ ઉત્પાદન કાર્યક્રમની ફીલ્ડ વિઝીટ પણ ગોઠવવામાં આવેલ હતી. કપાસમાં જૈવિક નિયંત્રણ અંગે કૃષિ પોલીટેકનીક, ખેડબ્રહમાના વૈજ્ઞાનિકશ્રી, ર્ડો. જે.આર.પટેલે ઉત્તમ માર્ગદર્શન પુરુ પાડયુ હતુ. કાર્યક્રમના અધ્યક્ષ તથા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, સ.દાંકૃ.યુ, દ્રારા ખેડુતોને પાણી તથા રાસાયણીક ખાતરોનો કરકસરપુર્વક ઉપયોગ કરવા જણાવેલ હતું.  આ કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના  ર્ડો. ડી. જી. પટેલ તથા શ્રી એન. કે. મકવાણા તથા સ્ટાફ સદસ્યો દ્રારા કરવામાં આવ્યુ.

Back to top button
error: Content is protected !!