BANASKANTHAKANKREJ

થરામાં રામદેવપીર મંદિરે ડૉ.બાબાસાહેબ આંબડેકરની ૧૩૩ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

ભારતના ૮૦ ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા.તેમને અભિશાપ થી મુક્ત કરવાનો ડૉ.આંબડેકર ના જીવનનો મૂળ મંત્ર હતો.૧૪ એપ્રિલ ૧૮૯૧માં સુબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈ ની ચૌદમી સંતાનના રૂપમાં ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ થયો હતો.જેની યાદમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે આજરોજ તા.૧૪-૦૪-૨૦૨૪ ને રવિવારના રોજ કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.ભીમરાવ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શ્રી બાબા રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા નિકળી ગામની પ્રદક્ષિણા કરી પરત શ્રી રામદેવપીર મંદિરે આવી.સભાના રૂપમાં ફેરવાઈ હતી.દીપ પ્રાગટય કરી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને સુતરની આંટી ચડાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, ભારતસિંહ ભાટેસરિયા,એ.પી. એમ.સી.થરાના સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, નિરંજનભાઈ ઠક્કર,રાષ્ટ્રીય પ્રવક્તા સંત શિરોમણી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપીઠ બ.કાં.ના પ્રવીણભાઈ પરમાર, મુકેશભાઈ એડવોકેટ,ગીરીશભાઈ આર.પરમાર એડવોકેટ સહિત વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!