જુગારધામ પર LCBનો દરોડો:પાલેજ વિસ્તારમાંથી 25 જુગારીઓને ઝડપી પાડ્યા, 7.08 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.
એલસીબી પીઆઈ એમ.પી.વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારીયા ગામના એસ.ટી.કોલોની વિસ્તારમાં રહેતો ઇકરામ ઇનાયત લાલન અને તેના સાગરીતો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટંકારીયા ગામે અડોલ રોડ પર એસ.ટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની ઝાડીઓમાં દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે 25 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. સ્થળ પરથી રોકડા રૂ.2,10,870, મોબાઈલ ફોન 22, એક તવેરા ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ રૂ.7,08,370નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી ઇકરામ ઇનાયત લાલન, મેહબુબ વલીભાઇ પટેલ, જીતેન્દ્ર નગીનભાઈ વાળંદ, ઇમરાનમીયા સબ્બીરમીયા મલેક,ઇદ્રીશ રસુલભાઈ મલેક, નીલેશ રણછોડભાઇ ઠાકોર,અયુબ ગુલામ રસુલ શેખ, રીઝવાન યુસુફ પટેલ,તોસીફ રફીક પટેલ,અકબર યુસુફ મલેક,ભાવેશ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઇ બોળીયા, શશીકાંત હીમ્મતભાઇ શાહ,મનીશ કાનજીભાઇ રાજપુત,નરોત્તમ લવજીભાઇ પ્રજાપતી, દિનેશ કાંતીભાઇ પરમાર,ભાવેશ રાવજીભાઇ વસાવા, ભગવાન રાજારામ સોનવણે,વિવેક વિનોદભાઇ પરમાર, દિલીપકુમાર ગોપાલચંદ જૈન,શ્રવણકુમાર બાબુલાલ જૈન,રાજુ માધવ પાટકર,રામચંદ્ર શ્રીધર ગૌડ,દિપકકુમાર બાબુભાઇ મીસ્ત્રી,વિરેન્દ્રકુમાર શ્રીરામ ગોપાલ પટેલ અને અમીત હેમંતકુમાર શાહને ઝડપી પાડ્યા હતા.
જ્યારે પોલીસ પકડથી મોહસીન ઇનાયત લાલન,યુસુફ લક્કડ,મુબારક દસુ,નાસીર ઇબ્રાહીમ લાલન,સરફરાજ ભીખા મઠીયા,શહેઝાદ સાદીક લાલન,નઇમ મજીદ લખા,ઉસ્માન માલજી ઉર્ફે પટૌડી,ઐયુબ ઉર્ફે રાજેશ ટીલીયા અને સતાર હસન બગવાલાને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે.