BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓના વાલીઓએ લીધો અચૂક મતદાનનો સંકલ્પ

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવાનું આયોજન

****

ભરૂચ- બુધવાર-  દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત સહિત દેશમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ સાથે સ્વીપ (SVEEP) પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લાના વિવિધ સ્થળોએ લોકોમાં અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચ દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેઈન, મતદાન સંકલ્પ,  સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો અંતર્ગત બોર્ડની પરિક્ષા પૂર્ણ થતા નેત્રંગ તાલુકાની શ્રી એમ.એમ.ભક્ત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ આમોદ ખાતે આવેલી એન. એન. એમ. સી. હાઇસ્કુલ ખાતે ૧૨માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પાસે તેમના વાલી અને મતદારયાદીમાં નામ નોંધાયેલ ઘરના સભ્યો મતદાન દિવસે મતદાન કરે તે માટે સંકલ્પ પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.

સાથે જ, આગામી દિવસોમાં મતદાન જાગૃતિ માટે પ્રભાત ફેરી, મતદાન સંકલ્પ, સામૂહિક શપથ, બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોનો ઉદ્દેશ ભરૂચ જિલ્લામાં યુવા મતદારો અને નાગરિકોને મતદાનનું મહત્ત્વ સમજાવવાનો અને મતદાન જાગૃતિ ફેલાવીને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરવાનો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!