કાલોલ ખાતે બંધારણ દિવસ ની ઉજવણી અંતર્ગત ભીમ ડાયરા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
તારીખ ૨૭/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે પંચમહાલ અને વડોદરા જિલ્લા ના સંયોજકો દ્વારા સંવિધાન દિવસ ની ઉજવણી નિમિત્તે ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર પહેરાવીને વંદન કર્યા હતા ત્યાર બાદ પ્રાસ્તાવિક ભૂમિકા મહેન્દ્રભાઈ વણકર વકીલ દ્વારા કરવામાં આવી હતી આ તબ્બકે “ભવ્ય ભીમ ડાયરા”નુ આયોજન કરવામાં આવ્યું હતું જેના ડાકોર ના કલાકારો અને સ્નેહીજનો નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું અને ભારતીય બંધારણ અને સંવિધાન હક્ક વિશે વિનોદ કામરોલા એ વક્તવ્ય આપ્યું હતું અને મહિલાઓ અને હિન્દુ કોડબીલ વિશે અશોક કે પરમારે પ્રવચન આપ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કવિ વિજય વણકર દ્વારા બંધારણ ના આમુખ નું વાંચન કરી દોહરાવ્યું હતું અને સમગ્ર શ્રોતાઓએ સપથ લીધા હતા આ તબ્બકે સમગ્ર કાર્યક્રમ માં ભવ્ય ભીમ ડાયરા નું આયોજન કરાયું હતું જેમાં કલાકારો એ રમઝટ જમાવી હતી આ તબક્કે ભારે જેહમત કરી સમસ્ત મિત્રો એ મદદરૂપ બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમ નું સફળ સંચાલન વિજય વણકરે કર્યુ હતુંઆ સમયે સતીશ વાઘેલા, મનીષભાઈ બિલ્ડર, શૈલેશ પરમાર, જગદીશ ખાખરાવાળા, વિજય વાઘેલા,સહિત ઉપસ્થિત રહ્યા હતા અને અંતે પ્રીતિ ભોજન લઈ સૌ છૂટા પડ્યા હતા અંતે આભાર વિધિ કાજલ પરમાર અને મનહરભાઈ વકીલે કરી હતી.