BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિપત્નીના મોત

ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક વધુ એક અકસ્માતમાં બાઇક સવાર પતિપત્નીના મોત

 

મોટરસાયકલ હાઇવા ટ્રકના પાછળના ભાગે અથડાતા પતિનું સ્થળ પરજ મોત-પત્નીનું સારવાર દરમિયાન મોત

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીના ચાર રસ્તા નજીક એક મોટરસાયકલ રોડની સાઇડમાં ઉભેલ હાઇવા ટ્રકના પાછળના ભાગે અથડાતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ કરૂણ મોત નીપજ્યું હતું, જચારે બાઇક પાછળ બેઠેલ મહિલાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડીના બકાનગરમાં રહેતા ઉદેસીંગ છત્રસીંગ રાજ ઉ.વ.૫૮ ગતરોજ તેમની પત્ની મેહમુદાબેન સાથે મોટરસાયકલ પર ભરૂચ તરફથી રાજપારડી પરત આવી રહ્યા હતા ત્યારે સાંજના પોણા છ વાગ્યાના અરસામાં રાજપારડી ચાર રસ્તા નજીક આવતા રોડની સાઇડમાં ઉભી રહેલ એક હાઇવા ટ્રકના પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા મોટરસાયકલ ચાલક ઉદેસીંગ રાજ અને તેમની પાછળ બેઠેલ તેમના પત્ની મેહમુદાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક ઉદેસીંગ રાજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું,જ્યારે ઇજાગ્રસ્ત મેહમુદાબેનને બન્ને હાથે ફેકચર થવા ઉપરાંત મોઢાના ભાગે ઇજા થતાં સારવાર માટે લઇ જવાયા હતા,ત્યારબાદ મેહમુદાબેનનું પણ મોત થયું હતું. આ અકસ્માતમાં રાજપારડીના દંપતિનું મોત થતાં ગામમાં શોકનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છેકે આ સ્થળ નજીક પાછલા પંદર દિવસો દરમિયાન ત્રણ જેટલા અકસ્માતો થયા હતા. થોડા દિવસ અગાઉ એક ફોર વ્હિલ ગાડી પર અન્ય ફોર વ્હિલ ગાડી ચઢી જતા સર્જાયેલ અકસ્માતમાં સદભાગ્યે કોઇ જાનહાની થઇ નહતી. ત્યારબાદ ઝઘડિયા તરફથી આવેલ એક ટ્રાવેલર્સ ગાડી એક ટ્રકના પાછળના ભાગે અથડાઇ હતી. આ બન્ને અકસ્માતો બાદ ગતરોજ રાજપારડીના મોટરસાયકલ સવાર દંપતિને થયેલ અકસ્માતમાં પતિપત્ની બન્નેના મોત થતાં આ અકસ્માત જીવલેણ બન્યો હતો.

 

ઈરફાન ખત્રી

રાજપારડી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!