કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામે પછાત વર્ગ નુ બનાવટી પ્રમાણપત્ર રજુ કરનાર સરપંચ પદના મહિલા ઉમેદવારનું ફોર્મ રદ.
તારીખ ૧૧/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ઉમેદવારે કાલોલ તાલુકામા બનાવેલ બનાવટી પ્રમાણપત્ર ની કાલોલ ટીડીઓ એ ખરાઈ કરતા બોગસ હોવાનો રિપોર્ટ કરાયો
તાલુકા પંચાયત કચેરીમાંથી આવા બીજા કેટલા બોગસ દાખલા બન્યા હશે? તલસ્પર્શી તપાસ થાય તો ઘણુ બધુ બહાર આવે તેમ છે.
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ ના સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની સ્ત્રી અનામત બેઠક પરથી ઉમેદવારી કરનાર રાધાબેન દિલીપસિંહ રાઠોડ દ્વારા કાલોલ તાલુકાનું જાતિનું પ્રમાણપત્ર રજુ કરવામાં આવ્યુ હતુ આ પ્રમાણપત્ર તાજેતરમાં જ તા ૩૧/૦૫/૨૫ ના રોજ બનાવવામાં આવ્યું હતુ. સામા પક્ષે સરપંચની ચુંટણી લડતા પારૂલબેન જયેશકુમાર રાઠોડ ને આ બાબતની જાણ થઈ કે રાધાબેન દિલીપસિંહ રાઠોડ દ્વારા રજુ કરાયેલા જાતિના દાખલા કાલોલ થી નીકળેલ છે વધુમાં રાધાબેન દિલીપસિંહ રાઠોડ કે જેઓ નુ મુળ નામ રાધાબેન સામતભાઈ રાઠોડ રે કડાચલા તા ડેસર જી વડોદરા છે તો ડેસર નો દાખલો મૂકવાને બદલે કાલોલનો દાખલો ક્યા કારણે મુકાયો છે જેથી તેઓએ ફોર્મ ચકાસણી દરમ્યાન ચુંટણી અધિકારી ને લેખિત વાંધા અરજી આપી રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના જાતિના દાખલા ની ચકાસણી કરવા માંગ કરી બોગસ દાખલો રજુ કર્યા હોવાની લેખિત રજૂઆત કરતા ચુંટણી અધિકારી દ્વારા રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના દાખલાની ખરાઈ કરવા કાલોલ તાલુકા વિકાસ અધિકારી ને મોકલી આપતા કાલોલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રજિસ્ટર ની ચકાસણી કર્યા બાદ રાધાબેન દિલીપસિંહ રાઠોડે રજુ કરેલ પ્રમાણપત્ર પોતાની કચેરીમાંથી નોંધાયેલ કે ઇશ્યૂ થયેલ નથી તેવો રિપોર્ટ કરતા ચુંટણી અધિકારી અને ઝાંખરીપુરા ગ્રામ પંચાયત અને નાયબ મામલતદાર ઈ ધરા કાલોલ દ્વારા રાધાબેન દિલીપસિંહ રાઠોડ નુ સરપંચ તરીકે નુ ઉમેદવારી ફોર્મ રદ કરવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના પરિવારજનો વર્ષો થી ઝાંખરીપુરા ગ્રામ પંચાયત માં ઉચ્ચ હોદ્દા પર રહ્યા છે ત્યારે આ પ્રકરણમાં બોગસ પ્રમાણપત્ર કોને બનાવ્યુ? બીજા કેટલા આવા પ્રમાણપત્રો બન્યા? આમા કોણ કોણ સામેલ છે તેની તલસ્પર્શી તપાસ અનિવાર્ય બની જાય છે. ઉમેદવાર સામે પ્રથમદર્શનીય રીતે ફોજદારી ગુનો દાખલ કરવા ની માંગ ઉઠી છે.