JETPURRAJKOT

વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ગુજરાતમાં સૌથી વધુ પ્રસુતિ કરાવતી રાજકોટની જિલ્લા હોસ્પિટલ

તા.૨૦ મે

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ કુલ ૪૬૬ર પ્રસુતિ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તબીબી સેવા અંતર્ગત ચાલતી જીલ્લા હોસ્પિટલો ખાતે વર્ષ ૨૦૨૨-૨૩માં થયેલી પ્રસુતિ અંગેનો રીપોર્ટ અનુસાર સમગ્ર રાજ્યની જીલ્લા હોસ્પિટલોમાં સૌથી વધુ સફળ અને ગુણવત્તાસભર પ્રસુતિ કરાવનાર હોસ્પિટલ તરીકે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલે ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આ રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કુલ ૪૬૬ર સફળ પ્રસુતિઓ થયેલ છે, જે મુજબ સરેરાશ માસિક ૩૮૯ પ્રસુતિ કરવામાં આવે છે. ઉપરાંત, માતૃત્વ અને બાળ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગતની પૂર્વ પ્રસુતિ સેવા, સીઝેરીયન, કુટુંબ નિયોજનના ઓપરેશન, નવજાત શિશુની સારવાર જેવી સેવાઓ પણ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ગુણવત્તાસભર રીતે પૂરી પાડવામાં આવી રહી છે. હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરનાં માપદંડના શ્રેષ્ઠ સ્કોર અને સર્ટીફીકેટ મળેલ છે, તેમજ માતૃત્વ અને બાળ કલ્યાણ કામગીરી અંગે ખ્યાતિપ્રાપ્ત SKOCH એવોર્ડ પણ મળેલ છે. આમ, રાજ્ય સરકાર દ્વારા રાજકોટવાસીઓને પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!