GUJARATMULISAYLASURENDRANAGARTHANGADHWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી

ધ્રાંગધ્રા-વઢવાણ-મુળી તાલુકાના ગામોના તળાવ સિમ તળાવ ચેકડેમ નર્મદા જળથી ભરાશે.

તા.21/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ કરવા રાજ્ય સરકારનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે આ ત્રણ તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!