વાત્સલ્યમ સમાચાર
દાનસિંહ વાજા સુત્રાપાડા
… 24 માંથી 19 સભ્યો જંગી બહુમતી ચૂંટાયેલા જાહેર
સુત્રાપાડા પાલિકાની સામાન્ય મીટીંગ પાલિકાના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા પુરવઠા અધિકારી અને સુત્રાપાડા મામલતદાર કરગઠિયા ની હાજરીમાં યોજાઇ હતી. જેમાં પાલિકાની બીજી ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે રમેશભાઈ વડાં ગર , ઉપપ્રમુખ તરીકે નરેશભાઈ કામળિયા, તેમજ કારોબારી ચેરમેન તરીકે કૈલાશભાઈ રામ, શાસક પક્ષના નેતા તરીકે રામસિંગભાઈ વાણવી અને દંડક તરીકે દિવાળીબેન મેરૂભાઈ મેરની વરણી થઈ હતી. આમ પાલિકાના કુલ 24 ચૂંટાયેલા સભ્યોમાંથી 19 સભ્યોથી જંગી બહુમતીથી તેઓ ચૂંટાયેલા જાહેર કરેલ. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઇ બારડ ના માર્ગદર્શન હેઠળ ભાજપ પ્રદેશની સુચના અનુસાર હોદ્દેદારોની વરણી થઈ હતી.
આ તકે ભાજપના જિલ્લા મહામંત્રી દિલીપભાઈ બારડ, ભાજપ શહેર પ્રમુખ દીપકભાઈ કાછેલા, તેમજ નામી અનામી ભાજપના હોદ્દેદારો તેમજ સુત્રાપાડા સંગઠનના હોદ્દેદારો એ વરણીના આવકારી અને શુભેચ્છા પાઠવી હતી.