અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના વાસણા ગામે 19 વર્ષીય મહિલા સાથે છેડતી કરાઇ,મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા નોંધાઈ ફરિયાદ
મેઘરજ તાલુકાના વાસણા ગામે પોતાના ઘરમાં સુઇ રહેલ મહિલાને કુટુંબનાજ એક શખ્સે છેડતી કરી મહિલા પાસે બિભસ્ત માગણી કરતા શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ છે
વાસણા ગામે એક 19 વર્ષીય મહિલાનો પતિ રાજકોટ ખાતે એક હોટલમાં વેટર તરીકે કામ કરેછે મહિલા તેના સાસુ અને દિયર સાથે વાસણા ગામે રહેછે તા.6/4/2025 ના રોજ બપોરે મહિલા પોતાના ઘરે સુઇ રહી હતી મહિલા ના પરીવાર જનો સબંધીને ત્યા પ્રસંગમાં ગયા હતા તે દરમિયાન સુઇ રહેલ મહિલા પાસે કુટુંબનો એક શખ્સ આવી મહિલાની છેડતી કરી મહિલા પાસે બિભસ્ત માગણી કરી હતી મહિલાએ બુમા બુમ કરતાં આ શખ્સ ત્યાંથી ભાગ્યો હતો અને મહિલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો ગયો હતો જે ઘટનામાં મહિલાએ બીજા દિવસે પરીવાર જનો ઘરે આવતાં તેમને વાત કરી મહિલાએ મેઘરજ પોલીસમાં આરોપી.અતુલ વિરા ખાંટ રહે.વાસણા તા.મેઘરજ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી હતી