GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના વરવાડા ગામે ઈંટોના ભઠ્ઠા પાસે લોક કરી મુકેલ મોટરસાયકલ ની ચોરી થતા નોંધાઈ ફરિયાદ
તારીખ ૨૪/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જશવંતભાઈ ખીમાભાઈ રાઠવા કે જેઓ કાલોલ તાલુકાના વરવાડા ગામની સીમમાં આરજે વન બ્રિક્સ નામના ઈંટોના ભઠ્ઠામાં છેલ્લા બે વર્ષથી જેસીબી ડ્રાઈવર તરીકે કામ કરે છે જેઓએ તા ૧૨/૦૬ ની રાત્રે પોતાની બજાજ પલ્સર મોટરસાયકલ ભઠ્ઠા નજીક સ્ટેરીંગ લોક કરીને મુકેલ હતી જે સવારે ઊઠીને જોતા જોવા મળી નહીં જેથી તેઓએ આસપાસ તપાસ કરી તથા મોટરસાયકલ ભૂલથી કોઈ ઈસમ લઈ ગયેલ હશે તેમ જાણી વધુ તપાસ કરી ન હતી જે બાદ મોટરસાયકલ ન મળી આવતા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 50 હજાર ની મોટરસાયકલની ચોરીની ફરિયાદ નોંધી છે.