GUJARATHALOLPANCHMAHAL

હાલોલ- છાજદિવાળી પાસે બનાવામા આવેલુ કનવર્ઝન બોકસ વાહનચાલકો માટે બન્યુ ઘાતક, અલ્ટો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૮.૭.૨૦૨૪

પાવાગઢ બોડેલી રોડ ઉપર સ્ટેટ હાઇવેનો માર્ગ પહોળો કરવાની ચાલી રહેલી કામગીરી માં છાજ દિવાળી પાસે બનાવવમાં આવેલુ બોક્સ કનવર્ઝન ઉતાવળે શરૂ કરી દેવાતા વાહન ચાલકો માટે ઘાતક બની ગયું છે.નજીક ના દિવસો માં અહીં ચાર થી વધારે અકસ્માતો માં ત્રણ વ્યક્તિઓ ના મોત નિપજયા છે.ત્યારે ગત રાત્રે પણ એક અલ્ટો કાર ચાલકે સ્કૂટર ને અડફેટે લેતા સ્કૂટર ચાલક નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ડેરોલગામ ના મિત્રો જન્મ દિવસ ની ઉજવણી કરવા શિવરજપુર નજીક ભાટ ગામે આવેલા દેશી ઢાબાઓ ઉપર જમવા માટે ગયા હતા.જેઓ રાત્રે તેમની મોટર સાયકલ અને સ્કૂટર ઉપર ડેરોલગામ પરત ફરી રહ્યા હતા. ત્યારે છાજ દિવાળી પાસે નવા બનાવવમાં આવેલા બોક્સ કનવર્ઝન ઉપર પાવાગઢ તરફ થી આવતી એક અલ્ટો કાર ચાલકે સ્કૂટર ઉપર સવાર ડેરોલગામ ના રાજેશભાઈ પૂનમચંદ સોની અને રુદ્રભાઈ ઉપેન્દ્રભાઈ પારેખ ને અડફેટે લઈ રોડ ઉપર ઉછાળી દેતા અકસ્માત સર્જાયો હતો.પાછળ મોટરસાયકલ ઉપર આવી રહેલા અન્ય બે મિત્રો ત્યાં ઉભા રહી ગયા હતા.અલ્ટો કાર ચાલક વડોદરા નો હતો અને પરિવાર સાથે બોડેલી તરફ જઇ રહ્યો હતો.અકસ્માત માં સ્કૂટર ચાલક રાજેશભાઈ સોની નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેઠેલા રુદ્રભાઈ ઉપેન્દ્રભાઈ પારેખને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે રાત્રે હાલોલ ની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.અકસ્માત માં કાર ચાલક ને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાથી પોતાની કાર પાવાગઢ પોલીસ મથકે મૂકી સારવાર કરાવવા ગયો હતો.હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર પાવાગઢ ની આજુબાજુ નો આઠ કિલોમીટર જેટલો વિસ્તાર હાઈવે ઓથોરિટી પાસે છે.જેને ફોરલેન કરવા માટેની હાલ કામગીરી કરવામાં આવી રહી છે.આ રસ્તામાં આવતા નાળાઓ ઉપર બોક્સ કનવર્ઝન બનાવવમાં આવ્યા છે.ચોમાસા પહેલા ત્યાં આપવામાં આવેલા ડાયવર્ઝન બંધ કરી નાળા ની આજુબાજુ ના રોડ નું કામ કર્યા વગર વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે આ નાળા ઉપર અકસ્માતો થઈ રહ્યા છે. છેલ્લા દસેક દિવસ માં જ ચારેક જેટલા અકસ્માતો માં ત્રણ વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યા છે.ત્યારે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા કોન્ટ્રાક્ટરને સુચના આપી અહીં કામગીરી પૂર્ણ કરાવી સ્પીડ બ્રેકર મૂકી વધુ અકસ્માતો રોકવા સુચના બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે.જ્યારે મિત્રના આ જન્મદિવસની ઉજવણી કરવા ડેરોલગામ થી ભાટ ગયેલા ચાર મિત્રો પરત ફરી રહ્યા હતા ત્યારે એક મિત્રનું અકસ્માતમાં મોત થતા મોડી રાત્રે તેઓના પરિવારજનો ડેરોલગામ થી હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.આજે સવારે પોલીસે પંચનામું કરી મૃતકના મૃતદેહને પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button