
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ દ્વારા “સેવા, સુરક્ષા અને શાંતિ”ના સૂત્રને સાર્થક કરતી એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને વિવિધ પોલીસ સ્ટેશનોના સંકલનથી છેલ્લા બે માસ દરમિયાન રિકવર કરાયેલા ૭,૨૩,૨૦૦/- રૂપિયાની કિંમતના ૪૦ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લા પોલીસ સમગ્ર ગુજરાત રાજ્યમાં ૮૦.૦૩% ના હાઈએસ્ટ રિકવરી રેટ સાથે પ્રથમ ક્રમે રહી છે.છેલ્લા બે વર્ષમાં પોલીસે કુલ ૪૭,૩૧,૬૦૦/- રૂપિયાની કિંમતના ૨૯૭ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કર્યા છે. આ સફળતા સુરત રેન્જ આઈજીપી. પ્રેમવીરસિંહ અને એસ.પી. પૂજા યાદવની સૂચના હેઠળ ડાંગ એલ.સી.બી.પી.એસ.આઈ.જે.જી. અનડકટ અને તેમની ટીમ દ્વારા ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી હાંસલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ અંતર્ગત આહવા, સુબીર, વઘઇ અને સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોને તેમના ખોવાયેલા કે ચોરાયેલા કિંમતી મોબાઈલ પરત મળતા તેઓમાં આનંદની લાગણી જોવા મળી હતી..





