AHAVADANG

ડાંગ:ગલકુંડ રેંજમાં સમાવિષ્ટ કાંચનઘાટ જંગલ વિસ્તારમાં દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ગલકુંડ રેંજમાં સમાવિષ્ટ કાંચનઘાટ જંગલ વિસ્તારમાં દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો….ડાંગ જિલ્લાનાં જંગલોમાં ધીમે ધીમે પાનખરનો પગરવ શરૂ થયો છે.ડાંગ જિલ્લામાં પાનખરનો પગરવ શરૂ થતા પાંદડાઓ સૂકા થઈ પડી જાય છે.જેથી ડાંગ જિલ્લાનાં ઉત્તર અને દક્ષિણ વન વિભાગનાં નેજા હેઠળ જુદા જુદા વિસ્તારમાં માર્ગોની સાઈડમાં ફાઇરલાઈન બનાવવાની કામગીરી પણ ઘનિષ્ટ રીતે હાથ ધરાઈ છે.વન વિભાગ દ્વારા જંગલોને નુકસાન ન થાય તે માટે ફાયર લાઈન બનાવી સૂકો કચરો સળગાવી દેવામાં આવે છે.તેવામાં આજરોજ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ગલકુંડ રેંજનાં કાંચનઘાટ પાસેનાં ઘોરપડ્યા ડુંગર પાસેનાં જંગલમાં એકાએક દવ ફાટી નીકળતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.કાંચનઘાટ જંગલ વિસ્તારમાં લાગેલ ભયાનક દવનાં પગલે જંગલની વનસ્પતિ અને સૂકા ઝાડ બળીને ખાખ થઈ જવા પામ્યા હતા.ગલકુંડ રેંજ નજીક લાગુ જંગલ વિસ્તાર મહારાષ્ટ્રને જોડતો હોય આ દવ મહારાષ્ટ્રનાં જંગલમાંથી લાગ્યો હોવાનું જાણવા મળેલ છે.ડાંગ જિલ્લાનાં કાંચનઘાટ નજીક જંગલ વિસ્તારમાં દવ લાગ્યાની જાણ ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમારને થતા તેઓની ટીમ તુરંત જ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને દવને કાબુમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો.આ બાબતે ડાંગ ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમારે જણાવ્યુ હતુ કે ગલકુંડ રેંજનો કાંચનઘાટ જંગલ વિસ્તાર મહારાષ્ટ્રનાં સરહદને અડીને આવેલ છે.જેથી આ દવ આકસ્મિક રીતે મહારાષ્ટ્રમાં લાગ્યો હતો.અને દવ ફેલાઈને કાંચનઘાટ જંગલ વિસ્તારમાં ફેલાયેલો હતો.દવ લાગ્યાની જાણ અમોને થતા હાલમાં વનકર્મીઓની ટીમે આ દવને કાબુમાં લેવા માટે રેસ્ક્યુ હાથ ધર્યુ છે.સાંજ સુધીમાં આ દવ કાબુમાં આવી જશે….

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!