GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામના સરપંચ પદના ઉમેદવાર ના જાતિના દાખલા સામે વાંધા અરજી કરી ફોર્મ રદ કરવા માંગ.
તારીખ ૧૦/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગ્રામ પંચાયતની સરપંચની બેઠકમાં ઉમેદવારી કરેલ રાધાબેન દિલીપસિંહ રાઠોડ ના ઉમેદવારી ફોર્મ સાથે રજુ કરવામાં આવેલ બક્ષી પંચ સ્ત્રી અનામત બેઠક ના ઉમેદવાર ના જાતિના દાખલા સામે લેખિત વાંધા અરજી રજુ કરી પારૂલબેન જયેશકુમાર રાઠોડે આજ રોજ ચુંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી છે કે રાધાબેન દિલીપસિંહ રાઠોડ દ્વારા રજુ કરાયેલ બક્ષી પંચ નો દાખલો કાલોલ તાલુકાનો રજુ કરવામાં આવ્યો છે જ્યારે રાધાબેન દિલીપસિંહ રાઠોડ મુળ રહેવાસી ક્ડાચલા તા. ડેસર જી વડોદરા ના રહીશ છે જેથી તેઓની જાતિનો દાખલો ડેસર તાલુકાનો રજુ કરવાનો હોય પણ તેના બદલે કાલોલ તાલુકાનો ખોટો દાખલો રજુ કરેલ હોય તાત્કાલિક ધોરણે તેમનું ફોર્મ રદ કરવા માંગ કરી છે.