વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બીલમાળ ગામ ખાતે જાહેર સી.સી રોડ ઉપર એક ઈસમ દ્વારા મકાન માટે પાયાનું બાંધકામ કરી દબાણ કરાતા આ દબાણ હટાવવા માટે માંગ ઉઠી. આહવા તાલુકાનાં બીલમાળ ગામે ઉપલા ફળીયાથી મંદિર પાસે ભગુભાઈ ડી.પવારનાં ઘર સુધી જાહેરહીતનો આર.સી.સી રસ્તો હોય,ત્યારે ત્યાં એક ઈસમ દ્વારા મકાનનાં પાયાનું બાંધકામ કરી રસ્તામાં અવરોધ ઉભો કરવામાં આવેલ છે.જેથી આ દબાણ હટાવવામાં આવે તેવી માંગ સાથે જાગૃત નાગરિક એ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરેલ છે.આહવા તાલુકાના બીલમાળ ગામે ગામના રહીશોના અવર-જવર માટે જાહેર આર.સી.સી.નો રસ્તો બનાવવામાં આવેલ છે.અને આ રસ્તાનો ગામના લોકો અવર-જવર માટે ઉપયોગ કરતા આવેલ છે.પરંતુ હાલમાં આ જાહેર હીતના રસ્તા પર જ ગામના રહીશ એવા મોહનભાઈ બુખાભાઈ ચૌર્યા દ્વારા સરકારી પડતર જમીનમાં બનાવેલ આર.સી.સી. રસ્તા પર જ મકાનનાં પાયાનુ બાંધકામ કરવામાં આવેલ છે. અને અનેકવાર કહેવા છતાં તેઓ માનતા નથી. અને સરકારી પડતર જમીનમા તેઓ ગેરકાયદેસર દબાણ કરી મુકેલ છે.જેના કારણે લોકોને અવર- જવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો વેઠવી પડી રહેલ છે. તેમજ ગામની ધાર્મિક પ્રસંગ માટે વપરાતી હોળીની જગ્યા પર પણ આ આ વ્યક્તિએ દબાણ કરી આંબાનાં રોપા રોપી દિધેલ છે.આ બાબતે સ્થાનિક આગેવાન હીરાલાલભાઈ ગંગાભાઈ પવારે આ અગાઉ પણ વહીવટદાર સહિત તલાટી કમ મંત્રીને લેખીતમાં તા. 03/04/2025નાં દિને અરજીઓ કરી હતી.પરંતુ તેના પર આજદિન સુધીમાં કોઈ કાર્યવાહી કરવામા આવેલ નથી.ત્યારે જનહિતમાં આ દબાણ દૂર કરવામાં આવે અને લોકહીતમાં કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિક આગેવાન હીરાલાલભાઈ ગંગાભાઈ પવારે જિલ્લા કલેકટરને લેખિતમાં અરજ ગુજારી છે.ત્યારે આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર સત્વરે કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે..