વાત્સલ્યમ્ સમાચાર
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
“સ્વચ્છતા હી સેવા” અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, વરવાળા, ઝાકસિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતા નુકસાન અંગે જન જાગૃતિ અને કલેક્શન ડ્રાઈવ યોજવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે તા. ૨૫/૧૧/૨૦૨૩ સુધી ગ્રામ્ય તથા શહેરી શાકભાજી માર્કેટ, એ.પી.એમ.સી., બાગ બગીચાઓની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવશે.