વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
દાહોદ જિલ્લાના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો હતો. ગતરાત્રી 15-09-2023 બાદ ફતેપુરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને વાતાવરણમાં ઠંકડ પ્રસરતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે, મોડીરાતથી શરૂ થયેલ વરસાદ બીજા દિવસે પણ ધોધમાર વરસતા ફતેપુરા નગર બેટમાં ફેરવાયું છે. ઠેર-ઠેર પાણી ભરાયા છે. ફતેપુરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી રહીશો, રાહદારીઓ, વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણી ભરાવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ફતેપુરા તાલુકામાં કેટલાક વિસ્તારોમાં રસ્તાઓમાં પડેલ મસમોટા ખાડાઓ ના કારણે અકસ્માતનો ભય પણ લોકો માં જોવા મળી રહ્યો છે. ફતેપુરા પોલીસ સ્ટેશરોડ બેન્ક ઓફ બરોડા આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાવાના કારણે કેટલીક ગાડીઓ પાણીમાં ફસાઈની માહિતી પ્રાપ્ત થઈ હતી. ફતેપુરા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાસાયી થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે કેટલીક જગ્યા એ વિજપોલ ધરાશાયી થયા છે. ત્યારે ચારેબાજુ તારાજી ના દ્ર્શ્યો જોવા મળી રહ્યા છે.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.