
તા.૨૬.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારના માળીના ટેકરા પર ૨૨ વર્ષીય યુવકએ આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી
આજરોજ ગુરુવાર ૧૧ કલાકે વાત કરીયેતો દાહોદ શહેરના મોટા ઘાંચીવાડ વિસ્તારના માળીના ટેકરા પર રહેતા ૨૨ વર્ષીય અબ્બાસ જુલફિકર કાગડાએ ગળે ફાસો ખાઈ આપઘાત કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વડ્યું હતું મળતી માહિતી પ્રમાણે માળીના ટેકરા પર રહેતા અબ્બાસ ભાઈ ઘરમાં એકલા હતા તે દરમ્યાન ગળે ફાસો ખાઈ લીધો હતો.અબ્બાસ ભાઈએ ગળે ફાસો ખાતાની જાણ પરિવાર જનોને તથાં પરિવાર જનો તાત્કાલિક દોડી આવી તેઓને તાત્કાલિક સારવાર માટે દાહોદના ઝાયડ્સ હોસ્પીટલ લાવવામાં આવ્યા પણ સારવાર મળે એ પહેલા અબ્બાસ ભાઈનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી દાહોદના મોટા ઘાંચીવાડ વિસ્તારના માળીના ટેકરા પર ૨૨ વર્ષીય યુવકએ આપઘાત કર્યાની જાણ દાહોદ એ ડીવીજન પોલીસને તથાં પોલીસ પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે




