CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

અધિકારીની અનોખી વિદાય: બદલી બાદ પણ ચોટીલા છોડતા પહેલાં નાયબ કલેક્ટરની આરોગ્ય વિષયક કામગીરીએ લોકોના દિલ જીત્યા

તા.22/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીના સૂચન- માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા એ મામલતદાર ચોટીલા સહિતની 7 સંયુક્ત ટીમો દ્વારા ચોટીલા શહેર તથા નેશનલ હાઈવે-47 ઉપર 22 હોટલ-રેસ્ટોરન્ટમાં પનીરની સઘન તપાસ 8 સ્થળેથી કુલ 48 કિ.ગ્રા. એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીના સૂચન અને માર્ગદર્શન હેઠળ ચોટીલા શહેર તથા નેશનલ હાઈવે-47 ઉપર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકોને પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી જળવાઈ રહે તથા જાહેર આરોગ્યનું રક્ષણ થાય તે હેતુસર નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા એ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી થયા બાદ ચોટીલાથી વિદાય લેતા પહેલા પણ જાહેર આરોગ્યને પ્રાથમિકતા આપી અને જનહિતને સર્વોપરી રાખી ચોટીલા શહેર તેમજ નેશનલ હાઈવે-47 ઉપર આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રીનો ઉપયોગ થાય તે માટે આ વિશેષ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે નાયબ કલેક્ટર દ્વારા મામલતદાર ચોટીલા સહિતના સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની કુલ 7 અલગ- અલગ સંયુક્ત ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા ચોટીલા શહેર તથા નેશનલ હાઈવે-47 ઉપર આવેલી કુલ 22 હોટલ તથા રેસ્ટોરન્ટમાં પનીરની સઘન તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કેટલીક હોટલ/રેસ્ટોરન્ટમાં વપરાશમાં લેવાતા પનીરમાં પ્રાથમિક દૃષ્ટિએ એનાલોગ પનીર હોવાની શંકા જણાતા સંબંધિત સ્થળોએથી પનીરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ચકાસણી દરમિયાન નીચે મુજબના સ્થળોએથી એનાલોગ પનીરનો જથ્થો મળી આવ્યો હતો રાજલક્ષ્મી રેસ્ટોરન્ટ 4 કિ.ગ્રા, ઋતુ રાજ રેસ્ટોરન્ટ 1.5 કિ.ગ્રા., વેસ્ટર્ન હોટલ 1.5 કિ.ગ્રા., અમૃતસર હોટલ 8 કિ.ગ્રા., ઇન્ફિનિટી હોટલ 10 કિ.ગ્રા., આકાશ રેસ્ટોરન્ટ 10 કિ.ગ્રા., રામદૂત હોટલ 3 કિ.ગ્રા., ખાનગી મકાન 10 કિ.ગ્રા. આમ, ચકાસણી દરમિયાન ઉપરોક્ત 8 સ્થળોએથી કુલ 48 કિ.ગ્રા. જેટલો એનાલોગ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો મળી આવેલ પનીરના નમૂનાઓ નિયમોનુસાર મેળવી સીલ કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને વૈજ્ઞાનિક/લેબોરેટરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી તપાસના અહેવાલના આધારે લાગુ પડતા કાયદા અને નિયમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચકાસણી દરમિયાન હોટલ તથા રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા, હલકી ગુણવત્તાની કે ભેળસેળયુક્ત સામગ્રીનો ઉપયોગ ન કરવા તથા ખાદ્ય સુરક્ષા સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો ભોજન લેતા હોવાથી પનીર, દૂધ તથા દૂધની બનાવટો જેવી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અંગે સઘન દેખરેખ રાખવી જરૂરી છે. નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે આવી ચકાસણી અને કાર્યવાહી જરૂરીયાત મુજબ ચાલુ રાખવામાં આવશે. આ પ્રકારની કાર્યવાહીનો મુખ્ય હેતુ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા સામે કાર્યવાહી કરવાનો નહીં પરંતુ સામાન્ય નાગરિકોના આરોગ્યનું રક્ષણ કરવું, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવી અને નાગરિકોને સલામત તથા ગુણવત્તા યુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

Back to top button
error: Content is protected !!