DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી: 1.5 વર્ષથી અટવાયેલા રૂ.90,000 વેપારીને પરત અપાવ્યા

તા.21/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

પ્રજાની સમસ્યાઓને વાચા આપીને ન્યાય અપાવવામાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે વધુ એક પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લા દોઢ વર્ષથી અટવાયેલા મંડપ સર્વિસના વેપારીના રૂ.૯૦,૦૦૦ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે માત્ર પાંચ જ દિવસમાં રિકવર કરાવી આપીને વેપારીના મુખ પર ખુશી લાવી દીધી છે. મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના એક મંડપ સર્વિસના વેપારીએ ધ્રાંગધ્રા તાલુકાના ડુમાડા ગામે મંડપનું કામ કર્યું હતું. જોકે, કામ પૂરું થયા બાદ પણ સામાવાળા પક્ષ દ્વારા રૂ.૯૦,૦૦૦નું બાકી પેમેન્ટ ચૂકવવામાં છેલ્લા દોઢ વર્ષથી આનાકાની કરવામાં આવી રહી હતી. વેપારીએ વારંવાર રજૂઆતો કરવા છતાં પોતાના હકના નાણાં પરત મળતા નહોતા.અંતે લાચાર બનેલા વેપારીએ આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર બાબતની લેખિત રજૂઆત કરી હતી. પ્રજાના પ્રશ્નો પ્રત્યે હંમેશા સંવેદનશીલ રહેતા એસપી પ્રેમસુખ ડેલૂએ બાબતની ગંભીરતા સમજીને ત્વરિત કાર્યવાહી કરવા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. એસપી નો આદેશ બાદ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે તાત્કાલિક એક્શનમાં આવીને સક્રિય કામગીરી હાથ ધરી હતી. પોલીસે સામાવાળા પક્ષ સામે કાયદાકીય કડક વલણ અપનાવતા, માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં અટવાયેલી સંપૂર્ણ રૂ.૯૦,૦૦૦ની રકમ રિકવર કરી લીધી હતી અને વેપારીને સુપ્રત કરી હતી. પોતાની કમાણીના મહેનતના નાણાં લાંબા સમય બાદ પરત મળતા વેપારી અત્યંત ભાવુક બન્યા હતા. તેમણે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમની પ્રજાભિમુખ અને ઝડપી કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!