બોરુ પાસે ગોમા નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા ચાર ટ્રેક્ટર ખનીજ વિભાગે ઝડપી 24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.
તારીખ ૦૪/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકામાં આવેલ બોરુ ગામમાંથી પસાર થતી ગોમા નદીમાં કેટલાક ખનીજ માફિયા ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે રેતીનું ખનન કરી રહ્યા છે એવી ચોક્કસ બાતમી પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝરને મળી હતી. જે બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ બોરુ ગામે ગેરકાયદેસર ખનન કરી રહેલા ચાર ટ્રેક્ટર સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાર ઈસમોની અટકાયત કરી અને ટ્રેક્ટર ના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પકડાયેલ મુદ્દામાલ ને ગોધરા કલેક્ટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો છે. જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.આજરોજ પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ભાગ્યેશભાઇ ભોજવાણી સહિત કેયુરભાઈ સજંલીયા અને રાજવસિંહ રાઠોડ કાલોલ તાલુકામાં રૂટિન ચેકિંગમાં નીકળ્યા હતા ત્યારે ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે કેટલાક ખનીજ માફિયાઓ બોરુ ગામ પાસે પસાર થતી ગોમા નદીમાં ગેરકાયદેસર અને બીન અધિકૃત રીતે રેતીનું ખનન કરી રહ્યા છે જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમ બોરુ ગામે પસાર થતી ગોમા નદી પાસે પહોંચી હતી જ્યાં ગેરકાયદેસર રીતે રેતી નો ખનન કરી રહેલા ચાર ટ્રેક્ટર સહિત 24 લાખનો મુદ્દામાલ સાથે ચાર ઈસમોની અટકાયત કરી હતી જ્યારે ટ્રેક્ટર માલિક અમીર બેલીમ, મુસ્તાકભાઈ કાદરભાઈ બેલીમ, ઈસ્તાકભાઈ મુસ્તાકભાઈ બેલીમ અને મહેશભાઈ દેવાભાઈ મકવાણા સામે કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે પકડાયેલ મુદ્દામાલ ને ગોધરા કલેકટર કચેરી ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો છે જેના કારણે ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે ખનીજ નું વહન કરનાર ખનીજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.