GIR SOMNATHGIR SOMNATH

ચકલી દિવસ, વન દિવસ, પાણી દિવસ, હવામાનશાસ્ત્ર જેવા વિવિધ વૈશ્વિક દિવસોની વિવિધતા સભર વિવિધ સ્થળોએ ઉજવણી કરતું લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ

શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી વિવિધ સ્વરૂપે કરવામાં આવેલ જેમાં જુદી જુદી શાળાઓના ૧૩૦ જેટલા બાળકો દ્વારા ચકલી ઘર બનાવવામાં આવેલ આ કાર્યક્રમમાં લોકવિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી એ ચકલીનું મહત્વ , ચકલીના માળા બનાવતી વખતે શું ધ્યાનમાં રાખવું ?, ચકલી માટે ચણ અને પાણી પીવા માટેનું મોડેલ બનાવવા કઈ – કઈ બાબતોનું ધ્યાન રાખવું ? તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી. ત્યાર બાદ ૫-૫ વિદ્યાર્થીનું જૂથ કરી ૧૪ જૂથને જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરી તમામને પોતાની રચનાત્મક – ક્રિયાત્મક શક્તિનો ઉપયોગ કરી માળા તેમજ ચણ – પાણી માટેનાં મોડેલ બનાવવાનું કાર્ય સોપવામાં આવ્યું . તમામ વિદ્યાર્થીઓએ પોતાના વિચાર શક્તિ અનુરૂપ સરસ – ઉપયોગી ચકલીઓના માળા બનાવ્યા .અને બનેલ માળા માં ચકલીબેન વધુમાં વધુ તેનો લાભ લે તેવી જગ્યાએ ગોઠવવામાં માટેની વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવેલ તેમજ તેમના દ્વારા બનાવવામાં આવેલ ચકલીઓના માળા તેમને ઘરે લઈ જવા માટે આપવામાં આવ્યા. ભાગ લેનાર તમામને સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યા. તેમજ વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ જેમાં પ્રથમ ત્રણ ક્રમ ને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ.તેમજ આ સાથે લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ચકલી દિવસ ના દિવસે લોકોમાં ચકલી વિશે જાગૃતિ લાવવા માટે તારીખ ૨૦ માર્ચ થી ૨૪ માર્ચ સુધી એક ઓનલાઇન ક્વિઝ નું પણ આયોજન કરવામાં આવેલ જેમાં ૧૩૫ લોકોએ ભાગ લીધો હતો. તેમજ આ સાથે સાથે માર્ચ માસમાં આવતા વર્લ્ડ ફોરેસ્ટ ડે ના દિવસે શ્રી સ્વામિનારાયણ બીએડ કોલેજની બહેનોને શ્રી હરિહર વન ખાતે મુલાકાત કરાવી નક્ષત્રવન, રાશિવન તેમજ વિવિધ વૃક્ષો વિશેની માહિતી કાર્યક્રમના તજજ્ઞ પી.બી. છાત્રોડીયા દ્વારા આપવામાં આવેલ. વર્લ્ડ વોટર ડે, ની ઉજવણી ચગીયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ જેમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ આ તમામ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તથા ભાગ લીધેલ તમામને સર્ટિફિકેટ આપવામાં આવેલ. આ કાર્યક્રમના તજજ્ઞ તરીકે રાઠોડ રહ્યા હતા.
આ સાથેવર્લ્ડ મેટ્રોલોજીકલ ડે, ની ઉજવણી લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવેલ જેમા વિદ્યાર્થીઓને પી.પી.ટી તથા ફિલ્મશો દ્વારા હવામાન શાસ્ત્ર અંગે માહિતગાર કરવામાં આવેલ.
તેમજ આ સાથે સાથે માર્ચ માસમાં આવતા વર્લ્ડ ફોરેસ્ટ ડે, વર્લ્ડ વોટર ડે, વર્લ્ડ મેટ્રોલોજીકલ ડે, વર્લ્ડ અર્થ હવર ડે, જેવા વિવિધ દિવસો ની ઉજવણી માટે તારીખ 21 માર્ચથી 28 માર્ચ સુધી ઉજવવામાં આવેલ. આ દિવસોની માહિતીથી સભર ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવેલ જેમાં અનુક્રમે ૧૪૮, ૧૯૦, ૧૭૬ લોકોએ ભાગ લીધેલ હતો. ઉપરોક્ત તમામ દિવસો ની ઉજવણી કરવા માટે બનાવવામાં આવેલ ક્વિઝ તેમજ તે અંગેના આયોજનમાં એકેડેમી ઓડીનેટર વિજયભાઈ કોટડીયા તથા કો-ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા તેમજ લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ની ટીમે જહેમત ઉઠાવેલ હતી

વાત્સલ્ય સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!