GUJARATJETPURRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ તથા આસપાસના વિસ્તારના ૩૦ થી ૪૦ જેટલા નવજાત શિશુઓને ઘરઆંગણે જ મળી રહી છે આરોગ્યની ઉત્તમ સારવાર

તા.૨૧/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લામાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ સરકારશ્રી દ્વારા ગત વર્ષે તા.૦૫ નવેમ્બર ૨૦૨૩ થી સરકારી હોસ્પિટલ ગોંડલ ખાત શરૂ કરવામાં આવેલા “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)” એટલે કે નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર દ્વારા ગોંડલ તથા આસપાસના વિસ્તારના બાળકોને આરોગ્યની ઉત્તમ સારવાર ઘરઆંગણે જ મળી રહી છે.

અધુરા માસે જન્મેલા બાળકોને ફેફસા, કિડની, લીવર વગેરે જેવા અંગો વિકસતા નથી, તેમના ફેફસાં પુરતા કામ કરતા નથી. સામાન્ય રીતે જન્મ સમયે બાળકનું વજન ૦૨ કિલો ૮૦ ગ્રામ જેટલું હોય છે. તેનાથી ઓછા વજનના બાળકમાં બીમાર પડવાની શક્યતા વધુ હોય છે. તેમાં પણ વધુ પડતી પ્રીમેચ્યોર પ્રસુતિ અને ૮૦૦ ગ્રામથી ઓછા વજનના બાળકના કિસ્સામાં બાળકના મૃત્યુની શક્યતાઓ વધી જાય છે. પરંતું યોગ્ય તબીબી સારવાર મળી રહે તો આવું બાળક પણ જીવી શકે છે. આવા જ એક કિસ્સામાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના કોલીથડ ગામના એક નવજાત શિશુને ગોંડલની સરકારી હોસ્પિટનાં નવજાત શિશુ સધન સારવાર વિભાગની મદદથી નવજીવન મળ્યું હતું.

ગોંડલના કોલીથડ ગામે રહેતા રેનીશાબેન દિપકભાઈ ભીલ નામની પ્રસુતાએ ગોંડલની ખાનગી હોસ્પિટલમાં અધુરા માસે અતિશય ઓછા ૧૩૦૦ ગ્રામ વજનનાં બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતાને અગાઉ પણ અધુરા મહિને બાળકનો જન્મ થયો હતો, જે મૃત્યુ પામ્યું હોવાથી આ બાળક તેમના માટે અત્યંત ખાસ અને મહત્વનું હતું. નવજાત શિશુને ઓછા વજન અને નબળા ફેફસાના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતા વધુ સારવાર અર્થે ગોંડલની સિવિલ હોસ્પિટલ ખાતે નાના બાળકો માટે શરૂ થયેલા “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)” એટલે કે નવજાત શિશુ સધન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું.

ગોંડલ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.ભાલાળાની આગેવાની હેઠળ “સ્પેશ્યલ ન્યુબોર્ન કેર યુનિટ (SNCU)” ગોંડલ વિભાગના તજજ્ઞ ડોકટરશ્રીઓ ડો.ભગત, ડો.માલાબેન, ડો.ફાલ્ગુન, ડો.નીલ, રેસીડેન્ટ ડો.પ્રશાંત, ડો.રામ, ડો.પ્રિયાંક તથા તમામ નર્સિંગ સ્ટાફના અથાગ પરીશ્રમ અને પ્રયત્ન થકી આ બાળકને સઘન સારવાર આપવામાં આવી હતી, જેના પરિણામે બાળક સંપુર્ણ સ્વસ્થ થતાં આ બાળકને રજા આપવામાં આવી હતી. હાલમાં આ બાળક પૂર્ણપણે સ્વસ્થ છે અને સમયસર તેનું ફોલો-અપ પણ લેવામાં આવે છે.

હાલમાં ગોંડલ સરકારી હોસ્પિટલના SNCU વિભાગમાં દર મહીને ૩૦ થી ૪૦ જેટલા અધુરા મહીને જન્મેલા, ખૂબ ઓછા વજનવાળા તથા શ્વાસમાં તકલીફ તેમજ અન્ય બીમારીવાળા નવજાત શિશુઓને સારવાર આપવામાં આવે છે. જેમાં મહીને ૪-૫ બાળકો વેન્ટીલેટર/સી-પેપની જરૂરિયાતવાળા હોય છે. ગોંડલ વિસ્તાર તથા તેની આજુ-બાજુના તાલુકાના વિસ્તારમાંથી નવજાત શિશુઓને હવે ઘર આંગણે જ સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક મળી રહેતાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખરા અર્થમાં સ્વાસ્થ્યનો પર્યાય બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ વિભાગમાં વેન્ટીલેટર, સી-પેપ મશીન, પોર્ટેબલ એકસ-રે, ઈન્કયુબેટર, મલ્ટીપારા મોનીટર ૨૪ × ૭ સેન્ટ્રલ ઑક્સિજન, ફોટોથેરાપી યુનિટ જેવા અદ્યતન સાધનો અને દવાઓથી સજજ ૧૦ બેડની ઉપલબ્ધિ સાથે ૨૪ x ૭ બાળરોગ નિષ્ણાંત ડોકટરો, રેસીડેન્ટ ડોક્ટર્સ તથા ICU ના અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. જેમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય તેવી સારવાર સરકારી હોસ્પિટલ ગોંડલ ખાતે નિ:શુલ્ક આપવામાં આવે છે.

અગાઉ બાળકોને આરોગ્યલક્ષી સારવાર માટે રાજકોટ લઈ જવા પડતા હતા પરંતુ હવે ગોંડલમાં જ અદ્યતન સુવિધા ઊભી થઈ હોવાથી નવજાત શિશુઓને નવજીવન મળી રહ્યું છે. ગોંડલ આજુબાજુના વિસ્તારના લોકો મુશ્કેલીના સમથે આ ગોંડલ સરકારી હોસ્પિટલે ઉપલબ્ધ ઉત્તમ સારવારનો લાભ લે તેવી જિલ્લા આરોગ્ય તંત્ર વતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી.કે. સિંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!