GUJARATIDARSABARKANTHA

ઇડર નગરપાલિકા આગળ ભોઈવાડા સોલંકી વિસ્તાર, ભાટિયા તેમજ ઠાકોર અન્ય સમાજ ની મહિલાઓ પાણી માટલા ફોડ્યા.

ઇડર નગરપાલિકા આગળ ભોઈવાડા સોલંકી વિસ્તાર, ભાટિયા તેમજ ઠાકોર અન્ય સમાજ ની મહિલાઓ પાણી માટલા ફોડ્યા.

ચાર દિવસ પાણી ન મરતા મહિલાઓ દ્વારા નગરપાલિકા વિરોધ કરી રામ ધૂન કરી એક કલાક બાદ ચીફઓફિસ સર કેબીન માંથી બહાર આવી કોઈ પણ વાત કર્યા વગર જમવા જવા ચાલતી પકડી.

ઇડર નગરપાલિકા કેટલાક વિસ્તાર માં વ્યક્તિદીઠ મકાનના ઘરવેરા બાકી હોવાને પગલે ઇડર નગરપાલિકાએ પોતાની મનમાની કરી સાર્વજનિક પાણી ટાંકીઓ ભરવાની બંધ કરતા વોર્ડ નંબર ત્રણ ની છ સમાજની મહિલાઓ રનચંડી રૂપ ધારણ કરી ઈડર ભોઈવાળા વેરાઈમાતા મંદિરેથી ટાવર ચોક થી ઇડર નગરપાલિકા સુધી રેલી સ્વરૂપે માટલા લઈ ને હાય હાય નગરપાલિકા પાણી આપો પાણી આપવાના સૂત્રો સાથે મહિલાઓએ પાણી મુદ્દે ઇડર નગરપાલિકા વિરુદ્ધ સખત વિરોધ નોંધાયો હતો. ઈડર નગરપાલિકા વિસ્તાર માં આવતા ભોઈ, ખટીક, ઠાકોર, વાલ્મિકી, ભાટિયા, તેમજ ભિલ સમાજનાં વિસ્તારોમા આવેલી 6 જેટલી સાર્વજનિક પાણીની જે આશરે 5 તેમજ 10 હજાર લીટરની ટાંકીઓમાં છેલ્લા ચાર દિવસથી પાણી ભરવાનું બંધ કરાયું છે. છેલ્લા ચાર દિવસથી નગરપાલિકા દ્વારા વિસ્તારના વ્યક્તિદીઠ મકાનના વેરા બાકી હોવાને લઈ સાર્વજનિક પાણીની ટાંકીઓ માં પાણીની સુવિધાથી વંચિત રખાતા મહિલાઓએ રણચંડી રૂપ ધારણ કર્યું હતું.. મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ નગરપાલિકા કચેરી આગળ માટલા ફોડી પાલિકા તંત્ર સામે ભારે રોષ ઠાલવ્યો છે ઇડર નગરપાલિકા ખાતે પાણીની રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓ સાથે પાલિકા ચીફ ઓફિસર તેમજ પાણી પુરવઠા ઈજનેર દ્વારા યોગ્ય જવાબ ના મળતા મહિલાઓએ વધુ ઉગ્ર બની ચીફ ઓફિસરની ચેમ્બરમાં જ નીચે બેસી રામધુન બોલાવી હતી. છેલ્લા બે કલાક કરતા પણ વધુ સમયથી પોતાનો રોષ ઠાલવવા પહોંચેલી મહિલાઓનો કોઈપણ પ્રકારનો હકારાત્મક જવાબ ન મળતા વિવાદ વધુ વક્ર હતો જ્યારે તંત્રના કાયદાનું કાનૂન નેવે મૂકી નગરપાલિકા પાલિકામાં ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવતા મહિલા અધિકારીએ પાણી પુરવઠાના કર્મચારીઓને આપેલા આદેશ મુજબ કર્મચારીઓ દ્વારા છેલ્લા ચાર દિવસથી છ જેટલી સમાજો પાણી વિના તરસ્યુ રહ્યુ છે..નગરપાલિકા ખાતે વિરોધ કરવા પહોંચેલી મહિલાઓએ ચીફ ઓફિસરની ચેમ્બર તેમજ પાલિકા કમ્પાઉન્ડ ખાતે રામ ધુન બોલાવતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું જોકે પોતાની જીદ પર અડી રહેલા મહિલા અધિકારીએ રજૂઆત કરવા માટે પહોંચેલી મહિલાઓને સંતોષકારક જવાબ આપવાની બદલે જમવાનું બહાનું કરી ઓફિસમાંથી ચાલતી પકડી હતી.આખરે નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા પાણી ચાલુ કરવા ની ખાત્રી આપતાં મહિલાઓ પોતાના ઘર બાજુ વળ્યાં હતા ગરીબ વર્ગ લોકો સામે નગરપાલિકા દ્વારા હવે કડક વલણ કરશે તે જોવું રહ્યું.

જોવાનું એ થાય છે કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચે તે માટે નલસે જલ યોજના જેવી યોજનાઓ અમલમાં લાવી લોકો પાણીથી વંચિત ન રહે અને દરેકને વપરાશ તેમજ પીવાનું પાણી મળી રહે તે માટે કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે ત્યારે ઈડર નગરપાલિકા દ્વારા માત્ર વોર્ડ નંબર ત્રણ તેમજ બેમાં વસવાટ કરતી 6 જેટલી સમાજને પોતાના વ્યક્તિ દીઠ મકાન વેરા બાકી હોવાનો ટાર્ગેટ બનાવી સાર્વજનિક પાણીની ટાંકીઓને પાણી વિના ખાલી રખાતા ચર્ચાનો દોર શરૂ થયો છે.. પાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને યોગ્ય જવાબ આપવાની બદલે પાલિકા તંત્ર તેમજ અધિકારી દ્વારા ઉડાવ જવાબો આપી પોતાના હાથ અધર કરવાની વાત એ નગરપાલિકા કરતું હોય તેવું સ્પષ્ટ પણે જોવા મળ્યું હતું.. તો બીજી તરફ બાયડમાં ડીઝલ કૌભાંડ મુદ્દે ચર્ચામાં રહેલા અને વિવાદમાં આવેલા ચીફ ઓફિસર ફરી એકવાર ફક્ત છ જેટલી સમાજ અને પાણી મુદ્દે ટાર્ગેટ કરતા હોવાના વિવાદ વચ્ચે મહિલા અધિકારી શહેરમાં થતી જાહેર ચર્ચા જોર પકડ્યું હતું

જયંતિ પરમાર સાબરકાંઠા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!