GUJARATLUNAWADAMAHISAGAR

નામદાર – મહીસાગર જીલ્લામાં મોટર અકસ્માતના વળતર કેસમાં ઐતિહાસિક રૂા. ૮ર લાખની મોટા માં મોટી રકમમાં થયેલ સમાધાનની ચર્ચા જિલ્લામાં ચારેકોર

આસીફ શેખ લુણાવાડા

નામદાર – મહીસાગર જીલ્લામાં મોટર અકસ્માતના વળતર કેસમાં ઐતિહાસિક રૂા. ૮ર લાખની મોટા માં મોટી રકમમાં થયેલ સમાધાનની ચર્ચા જિલ્લામાં ચારેકોર

તા. ૯/૯/૨૩ ના રોજ મહીસાગર જીલ્લામાં લુણાવાડા ખાતે રાષ્ટ્રીય લોક અદાલતની ઉજવણી કરવામાં આવેલ જેમાં નેશનલ લોક અદાલતમાં ૪૯૮ કેસો સમાધાનથી તેમજ ૧૩૯૩ કેસો સ્પેશ્યલ સીટીંગમાં નીકાલ કરવામાં આવેલ હતો. આમ, કુલ ૧૮૯૧ કેસો ફેસલ કરવામાં આવેલ તથા ૩૭૯૩ કેસોનુ પ્રિલીટીગેશનની બેઠકમાં નીકાલ થયેલ હતો. સમગ્ર લોક અદાલતમાં નામદાર ન્યાયમૂર્તિશ આર.એમ.શરીન સાહેબ તેમજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન બી.જી.દવે સાહેબ માર્ગદર્શન મળેલ હતું. સમગ્ર લોક અદાલતમાં આમ પ્રજાજનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.

ઉલ્લેખનીય છે કે તા.૯/૯/૨૦૨૩ ના રોજ નેશનલ લોક અદાલતમાં સદર એમ.એ.સી.પી કેસ કે જે સને ૨૦૧૫ થી ચાલતો હતો, તેમાં અવાર નવાર સમાધાનના પ્રયત્નો ભુતકાળમાં કરવામાં આવેલ હતા, છતાં નિકાલ થઈ શકેલ ન હતો પરંતુ સદર લોક અદાલતમાં ગુજરનારની વિધવા વિગેરેની તથા વિમા કંપનીને અત્રે લોક અદાલતમાં મહીસાગર જીલ્લાના એડમીનીસ્ટેટીવ નામદાર ન્યાયમૂર્તિ  આર.એમ.સરીન સાહેબએ લોક અદાતના લાભાલાભ વિગેરેની ખુબજ લંબાણપૂર્વક સમજ આપ્યા બાદ અદાલતના બન્ને પક્ષે લબાણપૂર્વક સમજાવટ કરવામાં આવી આ સમજાવટના કારણે રૂા. ૮ર લાખમાં એમ.એ.સી.પી કેસમાં સુખદ સમાધાન થતાં પક્ષકારોમાં હર્ષનો માહોલ ઉભો થયેલ અને હર્ષથી આ વળતરની રકમ જે પતાવટ થી થયેલ છે, તે હર્ષના કારણે અને અને ગુજરનારને યાદ કરીને હર્ષ અને દુ:ખ મિશ્રિત આંસુ વિધવા બાઈ અને ગુજરનારના ભાઈમાં જોવા મળેલ હતા.

મહીસાગર જીલ્લામાં એમ.એ.સી.પી કેસમાં આટલી મોટી રકમનુ સમાધાન કયારેય થયેલ ન હતુ. પરંતુ મહીસાગર જીલ્લાના એડમીનીસ્ટ્રેટીવ નામદાર ન્યાયમૂર્તિ આર.એમ.સરીન સાહેબની  મધ્યસ્થીના કારણે પક્ષકારો વચ્ચે રૂ।. ૮ર લાખની રકમમાં સમાધાન થયેલ જે મહીસાગર જીલ્લાના ઈતિહાસમાં આટલી મોટા માં મોટી રકમનુ સમાધાન થયેલ છે જેની ચર્ચા મહીસાગર જીલ્લામાં ચાલી રહેલ છે તથા વકીલ આલમમાં હર્ષની લાગણી પ્રવર્તતી રહેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!