GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગ્રામ પંચાયત કચેરીમાંજ સ્વચ્છતાના ધજાગરા ઉડાવતું તંત્ર, કચરો ભરેલું ટ્રેકટર કેટલાક મહિનાથી બંધ હાલતમાં.!!

 

તારીખ ૨૬/૦૫/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વહીવટ કરનાર પાપે લોકોને પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેવું પડી રહ્યું છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સાફ સફાઈ માટે આવતી ગ્રાન્ટો માત્ર કાગળો ઉપર જોવા મળી રહી છે તેવું એક વેજલપુર ગ્રામ પંચાયત કચેરીમાં ગંદકી ભરેલ ટ્રેક્ટર કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે ગ્રામ પંચાયતના સત્તાધીશોને આ ગંદકી ભરેલ ટ્રેક્ટર કચેરીમાં છે તે નહિ દેખાતું હોય? જો ગ્રામ પંચાયત કચેરીમાં ગંદકી ભરેલ ટ્રેક્ટર ના દેખાતું હોય તો વેજલપુર ગામની ગંદકી તેમને શુ દેખાવાની છે તેવા અનેક સવાલો વહીવટી તંત્ર ઉપર ઉભા થયા છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતનો અંધેર વહીવટ કરનાર લોકો ગ્રામ પંચાયતના ટ્રેક્ટર નો ઈન્સ્યુરન્સ વીમો ૨૦૧૯ થી પૂર્ણ થયેલ છે તેમ છતાં હજુ સુધી ઈન્સ્યુરન્સ વીમો પણ ભરેલ નથી તેમ છતાં ટ્રેક્ટર નો ઉપયોગ ગામની ગંદકી દૂર કરવા તેમજ પંચાયતના કામ માટે કરવામાં આવતો હતો અને જો આ ટ્રેક્ટર થી કોઈ અકસ્માત સર્જાય અને કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ?તેવા અનેક સવાલો વહીવટી તંત્ર ઉપર ઉઠ્યા છે.

 

Back to top button
error: Content is protected !!