GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગર પાલિકાની ચૂંટણી ને લઈ સાંસદ અને ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપ કાર્યાલયનો શુભારંભ.

તારીખ ૨૭/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર પાલિકાની આગામી ચૂંટણી અનુસંધાને કાર્યાલયના શુભારંભ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા હતા. આ પ્રસંગે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, સ્થાનિક ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સમેત જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિનભાઈ કાછિયા, ઉપ પ્રમુખ ડૉ. યોગેશભાઈ પંડ્યા સહિતના શીર્ષસ્થ નેતાઓએ ઉપસ્થિત રહી કાર્યકરોને સંબોધ્યા હતા.કાલોલ નગર પાલિકાના કુલ ૭ વોર્ડના ૨૮ સભ્યો માટેની સામાન્ય ચૂંટણી આગામી તા. ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજવા જઈ રહી છે ત્યારે ભર શિયાળે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ચૂંટણી લડવા ઇચ્છુકો હાલથી જ માઇક્રો લેવલના પ્લાનિંગોમાં વ્યસ્ત બન્યા છે. આગળનું જોતા સત્તાના સરતાજને લઇ ભાજપા માટે પાછલી બે ચૂંટણીના પરિણામો સફળ છતાં ચોકાવનાર રહ્યા હોવાના બોધપાઠો મધ્યે આ ચૂંટણીમાં તે તદ્દન નવી વ્યૂહ રચનાઓ સાથે મતદારો સમક્ષ જશે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી સ્થાનિક કક્ષાએ સત્તાની શોધમાં વેન્ટિલેટર જેવી દયનીય દશાએ પહોંચેલ કોંગ્રેસ માટે પેલે પાર સુધી આશાના કિરણો નહિ જણાતા આગામી ચૂંટણી ભાજપાને તેના પ્રિયજનો કે પરિજનો વિરુદ્ધ લડવી પડશે તે સ્પષ્ટ છે.ઉલ્લેખનીય છે કે લગાતાર બે ટર્મમાં ભાજપા સંપૂર્ણ બહુમતીના અંકોથી વેગળું છતાં છેટું – કોરણું કરી સુકાની પણું જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. જોકે આગામી ચૂંટણીમાં નીતિ કરતા અને નક્કી કરતા એ તમામ ચહેરા લગભગ નવા હોવાને લઇ ભાજપાએ સ્થાનિક કક્ષાએ વીજળી – પાણી અને સફાઈની પ્રાથમિક સુવિધાઓના માપ અને માફકસરના વચનો સમેત સુસાશનના વ્યવહારુ સંદેશાઓ સાથે મતદારો સાથે પહોચવું પડશે.

Back to top button
error: Content is protected !!