GUJARATKUTCHMUNDRA

પાણી પહેલા પાળ! રાપર તાલુકામાં તળાવ ઉંડા કરવા તડામાર કામગીરી.

અદાણી ફાઉન્ડેશન અને ટ્રાન્સમિશને લોકભાગીદારીથી ક્રિકેટનું મેદાન બનાવ્યું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા – ૧૧. માર્ચ : અદાણી ફાઉન્ડેશન અને અદાણી ટ્રાન્સમિશનના સંયુક્ત પ્રયાસોથી મુંદ્રાની આસપાસના વિસ્તારોમાં જળ સંચય અને જળ સંવર્ધન હેતુ સતત ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં રાપર તાલુકાના ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી ચલાવવામાં આવી હતી. વરસાદ ખેંચાય તો તળાવમાંથી પાણી ઉલેચી પૂરક પીયત તરીકે ઉપયોગ કરી શકાય છે. ફાઉન્ડેશનની ટીમે ગ્રામ પંચાયત સાથેની બેઠકમાં આ અંગે વિચાર વિમર્શ કરી લોકહિતના કાર્યોને આગળ ધપાવ્યા હતા.રાપર તાલુકાના ભીમાસર ભુટકીયા ગામે લોક ભાગીદારી સાથે જળસંચયની ઉત્તમ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તળાવ ઉંડા કરવા ખોદકામ દ્વારા નીકળતી માટીનો સદુપયોગ કરી તેમાંથી રમતગમતના મેદાન બનાવવામાં આવ્યા છે. આ ઉમદા કામગીરીમાં ગામના નવયુવાનો સક્રિય બની સતત નિરિક્ષણ કરતા આવ્યા છે. તળાવો ઉંડા થવાથી પાણીની સંગ્રહ શકિતમાં 20 ટકા જેટલો વધારો થશે તેમજ પીયતથી પાકનું મબલખ ઉત્પાદન પણ થાય છે.ભીમાસર ભુટકીયાના ઉપસરપંચ વીરાભાઇ જણાવે છે કે “અમારા ગામમાં તળાવ ઊંડું થવાના કારણે જળસ્તર ઉંચા આવશે અને વર્ષ દરમિયાન ગ્રામજનોને પાણી સરળતાથી ઉપલબ્ધ રહેશે“. તો ગામના યુવાનોને ક્રિકેટ માટે મોકળુ મેદાન મળતા ખુશખુશાલ જણાઈ રહ્યા છે. યુવાનો આ મેદાન પર આર્મી, પોલીસ તેમજ ફોરેસ્ટ જેવી સ્પર્ધાત્મક પરિક્ષામાં દોડ માટેની તૈયારી કરી શકશે.એક સર્વે મુજબ કચ્‍છ જિલ્લામાં ભુગર્ભજળનું સ્‍તર અંદાજે 25૦ થી 3૦૦ મીટર જેટલું ઉંડું ઉતરી ગયું છે. વળી આ વિસ્‍તારમાં ખેડુતો ટયુબ-વેલ આઘારિત સિંચાઇ કરતાં હોવાથી 85 થી 1૦૦ હોર્સ – પાવરના સબમર્સીબલ પં૫નો ઉ૫યોગ કરી વઘારેમાં વઘારે વિજ વ૫રાશ કરે છે. આ સંજોગોમાં ચોમાસા દરમિયાન વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભૂગર્ભજળથી વઘુ રીચાર્જ કરવામાં આવે તો જળસ્તર ઉંચા આવશે. વળી ચોખ્ખુ પાણી સુલભ થવાના કારણે આ વિસ્‍તારમાંથી લોકો અને ૫શુધનને ભવિષ્‍યમાં સ્‍થળાંતરિત થવાની પરિસ્થિતી પણ નહીં સર્જાય.પાણીની પળોજણમાંથી મુક્ત કરવા અદાણી ફાઉન્ડેશન આ વિસ્તારમાં અગાઉ પણ અનેક કાર્યો કરી ચૂક્યું છે. અગાઉ મોટી ભાડઈ ગામના તળાવ પર જળદેવતાની પૂજા-અર્ચના કરીને જળસંચયનું કાર્ય કરવામાં આવ્યું હતું.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!