DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

બાળકોને  કેળવો-સેલફોન એ જામનગરમાં તો બહુ કરી

બાળકોને  કેળવો-સેલફોન એ જામનગરમાં તો બહુ કરી

 

*મોબાઈલ ફોન ન લઇ દેવા જેવી નજીવી બાબતે ઘર છોડીને નીકળી ગયેલ કિશોરીને 181 ટીમના કુશળ કે કાઉન્સિલિંગ થકી સમજાવટથી પરત મોકલી*

જામનગર ( નયના દવે)
ગત તારીખ પાંચ ના રોજ કોઈ જાગૃત નાગરિકે 181 અભયમ હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ કે અહીં એક યુવતી બે કલાકથી બેઠી હોય છે તે કંઈ બોલતી ન હોય કે એડ્રેસ પણ જણાવતી ન હોય તેથી તેમને મદદની જરૂર હોય તેવું જણાય છે.
181 ની ટીમ રૂબરૂ સ્થળ પર પહોંચેલ અને યુવતી સાથે કાઉન્સેલિંગ કરતા જણાયું કે યુવતી જામનગર સીટી ની જ હોય છે અને યુવતી એ જણાવેલ કે મારો ભાઈ મને મોબાઇલ ન લઈ દેતો હોય અને તેમનો મોબાઇલ પણ મને આપતો ન હોય તેથી મારા ભાઈ સાથે ઝઘડો કરીને કોઈને કહ્યા વગર હું આજ રોજ પાંચ વાગે ઘરે થી નીકળી ગયેલ હોય પરંતુ હવે મારે પરત ઘરે જવું ન હોય યુવતી ની વાત સાંભળીને યુવતીનું કુશળ કાઉન્સિલિંગ કરીને તેમનુ એડ્રેસ નામ વગેરે જાણવાની કોશિશ કરેલ ત્યારબાદ યુવતીએ જણાવેલ કે હું મારા ઘરનું એડ્રેસ જણાવુ પરંતુ તમે મને ઘરે પરત ન મોકલતા, યુવતીની નાની ઉંમર હોવાથી તેઓ હાલમાં કંઈ સમજવા તૈયાર ન હોય તેમજ ગુસ્સાના કારણે હાલ તેઓ સાચો નિર્ણય લઈ શકતા ન હોય તેથી તેમની વાત સાંભળીને તેમને સાંત્વના આપેલ અને કુશળ કાઉન્સિલિંગ દ્વારા કિશોરીને ઘર પરત જવા તૈયાર કરેલ ત્યાંથી યુવતીના ઘરે પહોંચેલ ત્યારબાદ યુવતીના માતા અને ભાઈને આ ઘટના વિશે જાણ કરેલ યુવતીના માતાએ જણાવેલ યુવતીને યુવતી મોબાઈલ ના જીદે ચડતા તેમના ભાઈ મોબાઈલ ન લઈ દેતા યુવતી ઝઘડો કરીને ઘર છોડીને નીકળી ગયેલ હોય તેથી યુવતીના ભાઈ અને માતા સાથે લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરેલું અને ત્યારબાદ યુવતીનું કાઉન્સેલિંગ કરેલ ત્યારબાદ યુવતી ઘરે રહેવા માટે તૈયાર થયેલ અને યુવતીને તેમના માતા તથા ભાઈને સોંપેલ અને યુવતીના માતા તથા ભાઈએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ આ કામગીરી સમગ્ર જામનગર-181 ટીમ એ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો

@_________________BGB

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!