JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

દેવભૂમિ દ્વારકાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરનારા નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા ને અપાયુ ભવ્ય વિદાયમાન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાને પોલીસ વડા તથા સ્ટાફ દ્વારા વિદાય અપાઈ

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાયબ પોલિસ અધિક્ષક તરીકે વિવિધ પ્રકારની નોંધપાત્ર કામગીરી કરી ચૂકેલા સમિર સારડાની બદલી તાજેતરમાં વાંકાનેર એસ.ડી.પી.ઓ. તરીકે કરવામાં આવતા તેમને દેવભુમિ દ્વારકા જિલ્લા પોલિસ દ્વારા ભવ્ય રીતે વિદાયમાન અપાયું હતું.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે મંદિર સુરક્ષાના મુખ્ય અધિકારી તેમજ એસ.સી.-એસ.ટી. સેલ વિભાગના ડીવાયએસપી તરીકે છેલ્લા સાડા ત્રણ વર્ષ જેટલા
સમયગાળાથી અવિરત રીતે ફરજ પર રહેલા સમિર સારડાની થોડા દિવસો પૂર્વે મોરબીના વાંકાનેર ખાતે બદલી કરવામાં આવી છે.

દેવભુમિ દ્વારકા જિલ્લામાં પ્રજાલક્ષી નોંધપાત્ર કામગીરીમાં આદરભર્યું સ્થાન મેળવનારા ડીવાયએસપી સમિર સારડાની જિલ્લાની જનતા બાદ ગત સાંજે અહીંના પોલીસતંત્ર દ્વારા સરાહના કરી, તેમને ભાવભર્યું વિદાયમાન અપાયું હતું.

દેવભુમિ દ્વારકા જિલ્લા પોલિસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ તેમના દ્વારા આયોજિત વિદાય સમારોહમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ તથા એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ગત સાંજે જામખંભાળિયામાં પોલિસ અધિક્ષક કચેરી ખાતે યોજવામાં આવેલા આ વિદાય સમારોહમાં જિલ્લાભરના પોલિસ અધિકારીઓ તેમજ પોલિસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરી અને વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ સાથે એલ.સી.બી. પી.આઈ. ગોહિલ દ્વારા ડી.વાય.એસ.પી. સમિર સારડા સાથેના તેમના અનુભવો વર્ણવવામાં આવ્યા હતા. આ ઉપરાંત પી.આઈ. દિપકભાઈ ભટ્ટ દ્વારા તેમના વક્તવ્યમાં વિવિધ બાબતો પ્રસ્તુત કરવામાં આવી હતી.

આ વિદાય સમારોહમાં ડીવાયએસપી સમિર સારડા દ્વારા જિલ્લામાં તેમની કામગીરી દરમિયાન સ્ટાફ અને અધિકારીઓના સહકાર સાથેના સંસ્મરણો વાગોળી અને અહીંનો તેમનો ફરજકાળ આજીવન અવિસ્મરણીય રહેશે તેવા પ્રતિભાવ સાથે તમામ પોલિસ તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ સાથે ડીવાયએસપીના પત્ની શ્રિમતી પૂનમબેન સારડાએ પણ તેમની નોકરી દરમિયાનના તેમના અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ પી.એસ.આઈ. યુ.બી. અખેડ દ્વારા કરવામાં આવી હતી વિદાય પામી રહેલા ડીવાયએસપી સમિર સારડાને પોલિસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા આકર્ષક સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!