DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અગત્યનુ આયોજન

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા અગત્યનુ આયોજન

જામનગર ( નયના દવે)

શ્રી ઔદિચ્ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ, જામનગર દ્વારા ભારતભરના જ્ઞાતિજનોના પિતૃઓના મોક્ષાર્થે તા. 8-5-2023 થી તા. 14-5-2023 દરમ્યાન હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન કરવામાં આવેલ, જે નિર્ધાર પુર્ણ કરવા પ્રમુખ શ્રી દિલીપભાઈ વ્યાસ, મંત્રી શ્રી દિનેશભાઈ દવે, ખજાનચી શ્રી હરીશભાઈ ઠાકર, શ્રી કેતનભાઈ વ્યાસ, શ્રી રાજુભાઈ વ્યાસ સહિતની ટીમ દ્વારા રાત-દિવસ 6 માસ સુધી મહેનત કરીને ટીકીટ, શાસ્ત્રીજી, રસોયા, કથા સ્થળે રહેઠાણ-ભોજન, પોથી પુજન જેવી તમામ તૈયારી પૂર્ણ કરેલ.


  1. શુભ હેતુ સાથેના આ જ્ઞાનયજ્ઞમાં જામનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, મુંબઈ, પોરબંદર, જૂનાગઢ, જેતપુર વિગેરે સ્થળેથી 170 જેટલાં જ્ઞાતિજનો જોડાયેલ, જેનો પ્રથમ જથ્થો તા. 5-5-2023ના રોજ જામનગરથી પ્રસ્થાન કરેલ.
    કાર્યક્રમના ભાગરૂપે તા. 5-5-2023ના રોજ વ્હેલી સવારે કારોબારી સમિતીના સભ્યો શ્રી વિશાલભાઈ પંડ્યા અને શ્રી તુષારભાઈ પંડયા દવારા ખરેડી ખાતે શ્રી ખરડેશ્વર દાદાના શરણે જઈને શ્રીમદ ભાગવત અર્પણ કરી આશીર્વાદ મેળવેલ.
    પ્રથમ જથ્થાના પ્રસ્થાન પ્રસંગે જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી નિતીનભાઈ ભટ્ટ, ખજાનચી શ્રી હરીશભાઈ ઠાકર તથા કારોબારી સમિતીના સભ્યશ્રીઓ, વડીલો ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી પ્રફુલ્લભાઈ વાસુ અને શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ જોષી તથા બ્રહ્મ સમાજના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોએ રેલ્વે સ્ટેશન ઉપર પ્રમુખશ્રી દિલીપભાઈ વ્યાસ, મંત્રીશ્રી દિનેશભાઈ દવે તથા શાસ્ત્રીજીનું સન્માન કરીને પ્રસ્થાન કરાવેલ અને શુભકામનાઓ પાઠવેલ. જેનો બીજો જથ્થો તા.6-5-2023ના રોજ રાત્રે જામનગર-રાજકોટથી પ્રસ્થાન કરી, તા 7-5-2023ના રોજ અમદાવાદથી હરિદ્વાર જવા રવાના થશે. જે તબકકે આયોજકો અને યાત્રાળુઓને શુભકામનાઓ પાઠવાયા છે તેમ દિનેશ દવે, મંત્રીએ જય ખરડેશ્વર સાથે જણાવ્યુ છે

@________________________

BGB

8758659878

JMR

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!