DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

જામનગરમા લોકો જ્યા ઉભરાય છે તેવા સ્થળે વાસી સેન્ડવીચ-ભાત-નુડલ-બટેટા મળી આવ્યા

જામનગરમા લોકો જ્યા ઉભરાય છે તેવા સ્થળે વાસી સેન્ડવીચ-ભાત-નુડલ-બટેટા મળી આવ્યા

ભગતનીલોજ(સુરેશ પરોઠા)d પીત્ઝા-વિરાજ રેસ્ટોરન્ટ-પાર્સલ પોઇન્ટ વગેરેને રસોડા સાફ રાખવા કોર્પો.ફુડની સુચના

 

તેલ-મસાલા-ખીરૂ શંકાસ્પદ હોઇ નમુના લેવાયા

 

માસ્ક-કેપ-ગ્લોવ્ઝ-સ્ટાફના હેલ્થ ચેકઅપ-હવાની અવરજવર-વાસણો ધોવા-કચરો ભેગો ન કરવો-શાકભાજી વગેરે નીચે ઢગલા ન કરવા-માખી ઉદર જીવાત વંદા ન થવા દેવા….વગેરે સુચના જાંબાઝ ફુડ ઇન્સ્પેક્ટરોએ આપી જ હોય પરંતુ લખવામા ભુલાય ગય હોય ને??

જામનગર ( નયના દવે)

“ભેળસેળ વાળા નાસ્તા પેટની પાળ કાઢે છે” લોકોની તંદુરસ્તી બગડે છે …વગેરે બાબતની ચિંતા કોર્પોરેશન ફુડ વિભાગે કમીશ્નર મોદી ની સુચના અને ડે.કમી. જાની ના માર્ગદર્શન હેઠળ કરી ને તપાસ કરી હતી જે લોકોની હેલ્થ માટે સ્વચ્છતા માટે અને  ઓલઓવર દરેક રીતે મહત્વની કામગીરી ગણાય છે

જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મહાપ્રભુજી બેઠક રોડ , સ્વામિનારાયણ નગર ,જોગર્સ પાર્ક ,ગુલાબનગર વિસ્તારમાં માંથી ઢોસા ખીરું (લુઝ),હળદર પાવડર (કાઠિયાવાડી બ્રાન્ડ),બેસન(ગાય બ્રાન્ડ), સરસવ તેલ(સુરજ બ્રાન્ડ) ,રેડ વેલ્વેટ કેક(લુઝ) ,હળદર પાવડર (લુઝ), મરચું પાવડર (લુઝ)કુલ ૭ જેટલા ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા.જેનાપૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમ યાદી જણાવે છે

તેમજ અલગ-અલગ વિસ્તારમાં આવેલ ફાસ્ટફૂડ,હોટલ-રેસ્ટોરન્ટ, માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ. એ રૂબરૂ ઇન્સપેક્સન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી,હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવી,ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા,ખાદ્ય સામગ્રી માં લેબલ પ્રોવિજન નું પાલન કરવા,વાસી ખોરાક ન રાખવો,તેમજ ફ્રીઝ ની હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા,રસોડા ની યોગ્ય સફાઈ કરવી,વગેરે બાબત અંગે તાકીદ કરવામાં આવ્યા. જેમાં નીચે મુજબ ની પેઢી ની મુલાકાત લિધેલ.

પેઢી નામ:- વિસ્તાર
૧ D પીઝ્ઝા અંબર સિનેમા રોડ
૨ વિલિયમ ઝોન પીઝ્ઝા સુપરલેટીવ ”
૩. ભગત ની લોજ જી.જી.હોસ્પિટલ સામે
૪. જે.કે.ફૂડ ઝોન પટેલ કોલોની
૫ વિરાજ રેસ્ટોરન્ટ વિકાસ ગૃહ રોડ
૬ સતનામ પાર્સલ પોઈન્ટ પટેલ કોલોની
૭ મિક્ષ્ ફૂડ(T-POST) ”
૮ ભૂમિકા રેસ્ટોરન્ટ ”
૯ સવર્ગ ફૂડ ઝોન ”
૧૦ સાઈ ફાસ્ટફૂડ ”
૧૧ કિચન એજ ”

 તેમજ પટેલ કોલોની માં આવેલ સતનામ પાર્સલ પોઈન્ટ માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન ૨ કિલો ભાત, ૨ કિલો નૂડલ્સ ,૨ કિલો બોઈલ વેજીટેબલ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.
 તેમજ અંબર સિનેમા રોડ પર આવેલ D પીઝ્ઝા નામ ની પેઢી માં જામનગર મહાનગરપાલિકા ના એફ.એસ.ઓ.દ્વારા રૂબરૂ ઈન્સ્પેક્શન દરમિયાન ૨ કિલો બોઈલ બટેટા ,૩ કિલો નૂડલ્સ , ૨ કિલો પાસ્તા તથા ૧૨ નંગ સેન્ડવિચ વાસી જણાતા સ્થળ પર નાશ કરાવેલ છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!