DHROLJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJODIYAKALAVADLALPUR

હાલારના ગામડાના વિજપ્રશ્ર્નો ઉકેલાશે

હાલારના ગામડાના વિજપ્રશ્ર્નો ઉકેલાશે

કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી

 

ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવા, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, નવા વીજ જોડાણની કાર્યવાહી કરવી, વીજવાયરો બદલવા સહિતની કામગીરી કરવા અંગે બેઠકમાં ચર્ચા કરાઇ

 

જામનગર ( ભરત ભોગાયતા)

 

જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા કલેકટરશ્રી બી. એ. શાહની ઉપસ્થિતમાં પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીશ્રીએ પીજીવીસીએલના કોઈ પડતર પ્રશ્નો હોય તો તેનો ઉકેલ લાવવો, પ્રિ-મોન્સુન કામગીરી કરવી, વીજ વાયરો બદલવા, ખેડૂતોને વાડી વિસ્તારમાં વીજ કનેક્શન આપવાની કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. 

આ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તેમાં વાકીયા ગામે સ્મશાનમાં વીજ કનેક્શન આપવું, નાઘુના ગામે ટી.સી. સિફટિંગ કરવું, આમરા ગામે થ્રી ફેઈઝ કનેક્શનની માંગ મુજબ નિયમોનુસાર થ્રી ફેઇઝની લાઇન નાખવી, ટીસી તથા થ્રી ફેઇઝના મીટર નાખવાની કામગીરી કરવી, જે ખેડૂતોએ ટીસી સિફટિંગ અને લોડ વધારા અંગેની અરજી કરી હોય તેઓને ટીઆર ભરાવીને માંગણી મુજબ કાર્યવાહી કરવી, ગોરધનપર ગામે ગોવર્ધન સોસાયટીમાં રહેણાંક મકાનો વધુ આવેલા હોવાથી મોટું ટીસી નાખવું, વાગડીયા ગામે નવી વસાહત હોય ત્યાં જ્યોતિ લાઇટના કનેક્શન આપવા, રણજીતપર ગામે 66 કેવી મંજૂર કરવું સહિતની કામગીરી કરવા પર તેમજ અરજીઓનો ચોમાસા પહેલા નિકાલ કરીને કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સુચારું આયોજન હાથ ધરી કામગીરી કરવા મંત્રીશ્રીએ પીજીવીસીએલના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. 

 

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેર, પીજીવીસીએલના એમડી અને અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

૦૦૦૦૦૦૦

BGB

gov.accre.journalist

JOURNALIST

jamnagar

8758659878

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!